ઓવલમાં ઐતિહાસિક જીત પછી ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં પહોંચી હતી ટીમ ઈન્ડિયા, આ ખેલાડીએ કર્યો ખુલાસો

કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા એ ઈંગ્લેન્ડને માત્ર 6 રનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી અને સિરીઝ 2-2થી ડ્રો કરી, પરંતુ જીત પછી જે દૃશ્ય જોવા મળ્યું તેનાથી ક્રિકેટ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા. મેચ જીત્યા પછી, ટીમ ઈન્ડિયા સીધી ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં પહોંચી, જ્યાં બંને ટીમોના ખેલાડીઓ ખુલીને વાત કરતા જોવા મળ્યા.
આ ખેલાડીએ કારણ જણાવ્યું
ભારતીય બેટ્સમેન કરુણ નાયરે પોતે તેના વિશે વાત કરી હતી. તેના કહ્યા મુજબ, મેચ સમાપ્ત થયા પછી, ટીમ ઈન્ડિયા એ કોઈ મોટી નહતી ઉજવણી કરી, પરંતુ બધા વિરોધી ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયા અને એકબીજા સાથે વાત કરી. નાયરના મતે, "બંને ટીમોને લાગ્યું કે આ સિરીઝ તાજેતરના સમયની બેસર ટેસ્ટ સિરીઝમાંથી એક રહી છે." જ્યારે ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમે પણ તેને તેના કારકિર્દીની યાદગાર સિરીઝ ગણાવી.
સિરીઝની સફર
ઈંગ્લેન્ડે લીડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતી હતી, પરંતુ ભારતે બીજી ટેસ્ટ જીતીને શાનદાર વાપસી કરી હતી. તે જ સમયે, ત્રીજી મેચ ઈંગ્લેન્ડના ખાતામાં ગઈ. ચોથી મેચ ડ્રો રહી અને ભારતે પાંચમી મેચ રોમાંચક રીતે જીતી લીધી. છેલ્લી ટેસ્ટમાં, ભારતીય બોલરો એ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કરુણ નાયરની વાપસી અને મહત્ત્વપૂર્ણ ઈનિંગ
નાયરને પ્રથમ ત્રણ ટેસ્ટમાં રમવાની તક આપવામાં આવી હતી, પરંતુ તે ત્રણેય મેચમાં મોટી ઈનિંગ્સ ન રમી શક્યો. જેના કારણે તેને ચોથી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. રિષભ પંતની ઈજાને કારણે, તેને પાંચમી ટેસ્ટમાં ફરીથી તક આપવામાં આવી હતી અને તેણે તે મેચમાં 57 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. તેની અડધી સદીને કારણે, ભારતે પ્રથમ ઈનિંગમાં 224 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 247 રનમાં સમેટાઈ ગઈ હતી.
બીજા ઈનિંગમાં, ભારતે 396 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને ઈંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ આપ્યો. છેલ્લા દિવસે, યજમાન ટીમને 4 વિકેટ બાકી હતી ત્યારે 35 રનની જરૂર હતી, પરંતુ મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી અને મેચ 9 વિકેટ લઈને ભારતને ઐતિહાસિક જીત અપાવી. તમને જણાવી દઈએ ટીમ ઈન્ડિયા હવે ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે.

