Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Team India Captain Shubman Gill's jersey sold for lakhs

કેપ્ટન શુભમન ગિલની આ જર્સી લાખોમાં વેચાઇ, બુમરાહ-જાડેજાના શર્ટની પણ થઇ હરાજી

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2025
લાઇવ ટીવીGoogle News
કેપ્ટન શુભમન ગિલની આ જર્સી લાખોમાં વેચાઇ, બુમરાહ-જાડેજાના શર્ટની પણ થઇ હરાજી
સોર્સ : GSTV

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રો થઇ હતી.આ સિરીઝ દરમિયાન બન્ને ટીમો વચ્ચે ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સમાં પણ ટેસ્ટ મેચ રમાઇ હતી જેને ઇંગ્લેન્ડે 22 રને જીતી લીધી હતી.

App Store

આ મચમાં ખેલાડીઓએ જે જર્સી પહેરી હતી તેની હરાજી યોજાઇ હતી. આ હરાજી 'રેડ ફોર રૂથ' ચેરિટી હેઠળ આયોજિત વિશેષ લૉટમાં થઇ હતી.

શુભમન ગિલની જર્સી લાખોમાં વેચાઇ

ભારતીય કેપ્ટન શુભમન ગિલની જર્સી જેના પર તેના ઓટોગ્રાફ હતા, તે ઓક્શનમાં 4600 પાઉન્ડ (લગભગ 5.41 લાખ રૂપિયા)માં વેચાઇ હતી.

બીજી તરફ જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની જર્સીને સંયુક્ત રીતે બીજી સૌથી મોટી બોલી મળી હતી. બન્નેની જર્સી લગભગ 4200 પાઉન્ડ (લગભગ 4.94 લાખ રૂપિયા)માં વેચાઇ હતી. કેએલ રાહુલની જર્સી 4000 પાઉન્ડ (4.70 લાખ)રૂપિયામાં વેચાઇ હતી.

ઇંગ્લેન્ડના ખેલાડીઓની જર્સી અને ટોપીની પણ થઇ હરાજી

ઇંગ્લેન્ડ તરફથી જો રૂટની જર્સી 3800 પાઉન્ડ (લગભગ 4.47 લાખ)માં હરાજી થઇ હતી જ્યારે ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સની જર્સી 3800 પાઉન્ડ (લગભગ 4 લાખ રૂપિયા)માં વેચાઇ હતી. લૉર્ડ્સ ટેસ્ટમાં ખેલાડીઓએ જે ટોપી પહેરી હતી તેની પણ હરાજી થઇ હતી. ઇંગ્લેન્ડના જો રૂટની કેપ 3000 પાઉન્ડ (લગભગ 3.52 લાખ રૂપિયા)માં વેચાઇ હતી. ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતની કેપ 1500 પાઉન્ડ (લગભગ 1.76 લાખ રૂપિયા)માં વેચાઇ હતી.

2019 વર્લ્ડકપ વિનિંગ મોમેન્ટની પેન્ટિંગને મળ્યા લાખો રૂપિયા

હરાજીમાં સૌથી મોટી બોલી બ્રિટિશ આર્ટિસ્ટ સાચા જાફરીની પેન્ટિંગ '2019 વર્લ્ડકપ વિનિંગ મોમેન્ટ'ને મળી હતી. આ પેન્ટિંગ 5000 પાઉન્ડ (લગભગ 5.88 લાખ રૂપિયા)માં વેચાઇ હતી.

દર વર્ષે લૉર્ડ્સ ટેસ્ટ મેચનો એક દિવસ પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન એન્ડ્યુ સ્ટ્રોસની પત્ની રૂથ સ્ટ્રોસને સમર્પિત હોય છે જેમનું કેન્સરથી નિધન થયું હતું.આ દરમિયાન પૂર્વ ક્રિકેટર્સ, કોમેન્ટેટર અને દર્શક લાલ કપડા પહેરીને કેન્સર જેવી ગંભીર બીમારી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.રૂથ સ્ટ્રોસની યાદમાં 'રેડ ફોર રૂથ' ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા છ વર્ષમાં આ ફાઉન્ડેશને 3,500થી વધારે પરિવારોને સહયોગ આપ્યો છે.