Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Neeraj Chopra made it to the final of Diamond League 2025

નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2025ની ફાઈનલમાં મેળવ્યું સ્થાન, ઝુરિચમાં યોજાશે ટાઈટલ મેચ

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2025ની ફાઈનલમાં મેળવ્યું સ્થાન, ઝુરિચમાં યોજાશે ટાઈટલ મેચ
સોર્સ : Google

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ આ મહિનાના અંતમાં ઝુરિચમાં યોજાનારી ડાયમંડ લીગ 2025ની ફાઈનલમાં પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું છે. નીરજ ચોપરાએ 16 ઓગસ્ટે સિલેસિયા લેગમાં નહતો ભાગ લીધો, પરંતુ તે પહેલા યોજાયેલી 2 ડાયમંડ લીગ લેગમાં કુલ 15 પોઈન્ટ બનાવ્યા હતા. સિલેસિયા લેગ પછી જાહેર કરાયેલા નવા સ્ટેન્ડિંગમાં નીરજ ચોપરાનું નામ ફાઈનલ માટે કન્ફર્મ થયું હતું.

App Store

ફાઈનલ 28 ઓગસ્ટે યોજાશે

નીરજ ચોપરાએ 27 અને 28 ઓગસ્ટે સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચમાં યોજાનારા ગ્રાન્ડ ફિનાલે માટે પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું છે, જેમાં 2025 ડાયમંડ લીગ ચેમ્પિયન નક્કી કરવા માટે 28 ઓગસ્ટે મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટ યોજાશે. નીરજ ચોપરાએ આ વખતે ડાયમંડ લીગનો પેરિસ લેગ 88.16 મીટરના થ્રો સાથે જીત્યો હતો. જ્યારે નીરજનો દોહામાં 90.23 મીટરનો થ્રો હતો પરંતુ તે જર્મનીના જુલિયન વેબરથી પાછળ રહી ગયો હતો. ડાયમંડ લીગ 2025ના નવા સ્ટેન્ડિંગમાં, ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ 17 પોઈન્ટ સાથે નંબર વન પર છે. નીરજ ચોપરા 15 પોઈન્ટ સાથે જુલિયન વેબર સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર છે.

નીરજે એક વખત જીત્યો છે ડાયમંડ લીગનો ખિતાબ

ડાયમંડ લીગમાં નીરજ ચોપરાના પ્રદર્શન વિશે વાત કરીએ તો, તેણે એક વખત ટાઈટલ જીત્યું છે. નીરજ 2022ના ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. જ્યારે તે 2023 અને 2024 માં રનર-અપ હતો. તમને જણાવી દઈએ કે જ્યારે નીરજ ચોપરાએ સિલેસિયા લેગમાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો, ત્યારે તેણે તેની પાછળ કોઈ કારણ નહતું આપ્યું. હજુ સુધી તે નક્કી થયું નથી કે તે ઝુરિચમાં ફાઈનલમાં ભાગ લેશે કે નહીં.