Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : China hosted Robot Olympic 16 countries participate

Video / ચીનમાં યોજાયો રોબોટ ઓલિમ્પિક, ફૂટબોલથી લઈને બોક્સિંગ સુધી આ રમતોનું કરાયું આયોજન

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Video / ચીનમાં યોજાયો રોબોટ ઓલિમ્પિક, ફૂટબોલથી લઈને બોક્સિંગ સુધી આ રમતોનું કરાયું આયોજન
સોર્સ : GSTV

તાજેતરના વર્ષોમાં ચીને રોબોટિક્સના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આગમન પછી ચીન વધુ ઝડપથી રોબોટ્સને આધુનિક બનાવી રહ્યું છે. એવામાં, ચીને 15થી 17 ઓગસ્ટ દરમિયાન તેની રાજધાની બેઈજિંગમાં 'વર્લ્ડ હ્યુમનોઈડ રોબોટ ગેમ્સ' નું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં દુનિયાભરના રોબોટે અલગ-અલગ રમતોમાં ભાગ લીધો. આ ટુર્નામેન્ટમાં ઘણા પ્રકારની રમતો યોજાઈ હતી. 

App Store

ચીને રોબોટ ઓલિમ્પિકનું આયોજન કર્યું

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો એક અદ્ભુત નમૂનો ચીનમાં જોવા મળ્યો છે. ચીને હ્યુમનોઈડ રોબોટ્સનો ઓલિમ્પિક કરાવ્યો. આ પ્રકારની આ પહેલી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં 16 દેશોની 280 ટીમે ભાગ લીધો હતો. આ 'ઓલિમ્પિક' માં 500થી વધુ રોબોટ સામેલ થયા હતા. તેમજ આ રોબોટ ઓલિમ્પિક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઈવેન્ટના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે જેમાં રોબોટ કઈ રીતે રોબોટ ફૂટબોલ રમી રહ્યા છે, બોક્સિંગ રિંગમાં એકબીજા પર હુમલો કરે છે અને રેસિંગ ગ્રાઉન્ડમાં દોડી રહ્યા છે તે જોઈ શકાય છે. 

કઈ કઈ રમતનું આયોજન થયું હતું?

આ આંતરરાષ્ટ્રીય રોબોટ ઓલિમ્પિકમાં 100 મીટર, 400 મીટર અને 1500 મીટરની દોડ, સ્ટેન્ડિંગ લોંગ જમ્પ, જિમ્નેસ્ટિક્સ, ફૂટબોલ, વુશુ અને બોક્સિંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વર્લ્ડ હ્યુમનોઈડ ગેમ્સનો મુખ્ય ઉદ્દેશ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સમાં થયેલી પ્રગતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે.

આ ઈવેન્ટમાં, પાંચ-પાંચની ટીમવાળા ફૂટબોલમાં ચીનના શિંગુઆ હેફેસ્ટસ રોબોટ્સ વિજેતા બન્યા. જ્યારે, ત્રણ-ત્રણની ટીમવાળા ફૂટબોલમાં ચીનની કૃષિ યુનિવર્સિટીના રોબોટ સ્વીટીએ જર્મનીની ટીમને હરાવી દીધી.

રોબોટ ઓલિમ્પિકમાં 16 દેશોએ ભાગ લીધો 

રોબોટ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે અમેરિકા, જર્મની, બ્રાઝિલ સહિત 16 દેશોની ટીમ આવી હતી. ચીનની યુનિટ્રી અને ફૂરિયર જેવી કંપનીઓએ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટની એક ખાસ વાત એ પણ હતી કે સફાઈ કરવા જેવા કામોમાં પણ રોબોટ્સ પાસે જ કરાવવામાં આવ્યા હતા.