એશિયા કપ માટે જાહેર કરાઈ ભારતની સ્કવોડ, વૈભવ સૂર્યવંશી નહીં, આ ખેલાડી બન્યો ટીમનો કેપ્ટન

એશિયા કપ માટે ફરી એકવાર સ્ટેજ તૈયાર થઈ ગયું છે. તેનું શેડ્યૂલ પહેલાથી જ જાહેર થઈ ગયું હતું અનેભારતીય સ્કવોડની રાહ જોવાઈ રહી હતી. હવે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમાં વૈભવ સૂર્યવંશીને કેપ્ટન તરીકે પસંદ નથી કરવામાં આવ્યો, તેનો ટીમમાં સમાવેશ જરૂર કરવામાં આવ્યો છે. આ અંડર-19 એશિયા કપ હશે, પરંતુ ભારત અને પાકિસ્તાનની યુવા ટીમો ફરી એકવાર એકબીજા સામે ટકરાશે.
અંડર-19 એશિયા કપ માટે આયુષ મ્હાત્રેને કેપ્ટન
અંડર-19 એશિયા કપ માટે ભારતીય સ્કવોડની જાહેરાત કરવામાં આવી છે. BCCIની જુનિયર ક્રિકેટ કમિટીએ ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 12 ડિસેમ્બરથી દુબઈમાં રમાશે. જેમાં યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે વિહાન મલ્હોત્રાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઓપનિંગ બેટ્સમેન તરીકે જોવા મળશે. આયુષ મ્હાત્રે હાલમાં 18 વર્ષથી વધુ અને 19 વર્ષથી ઓછી ઉંમરના છે, જેના કારણે તેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે. વૈભવ સૂર્યવંશી હાલમાં લગભગ 14 વર્ષનો છે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
એશિયા કપ માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ બે ટીમો સાથે અન્ય બે ટીમોના નામ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યા. બીજા ગ્રુપ અંગે વાત કરીએ તો તેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે, આ ગ્રુપની ચોથી ટીમની જાહેરાત હજુ બાકી છે.
14 ડિસેમ્બરે પાકિસ્તાન સામે મેચ
ભારતીય ટીમ 12 ડિસેમ્બરે અંડર-19 એશિયા કપમાં તેની સફર શરૂ કરશે. તે દિવસે ભારત સામેની મેચ કઈ ટીમ સાથે થશે તે હજુ નક્કી નથી. ત્યારબાદ 14 ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાનની એક મેચ તો નક્કી જ છે, પરંતુ જો ટીમો આગળ વધે છે, તો બીજી મેચમાં પણ બંનેની ટક્કર થઈ શકે છે. ફરી એકવાર એશિયા કપમાં વૈભવ સૂર્યવંશી પર બધાની નજર રહેશે. તેણે એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.
અંડર-19 એશિયા કપ માટે ભારતીય ટીમ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા (વાઈસ કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ, યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલન એ. પટેલ, નમન પુષ્પક, ડી. દિપેશ, હેનીલ પટેલ, કિશન કુમાર સિંહ, ઉદ્ધવ મોહન, એરોન જોર્જ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: રાહુલ કુમાર, હેમચુડેશન જે, બીકે કિશોર, આદિત્ય રાવત.

