Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Virat Kohli and MS Dhoni reunite at Ranchi before 1st ODI

રાંચીમાં 'Mahirat' ની મુલાકાત, ધોની પોતે કારમાં કોહલીને હોટલ છોડવા ગયો; VIDEO જોઈ ખુશ થયા ફેન્સ

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2025
લાઇવ ટીવીGoogle News
રાંચીમાં 'Mahirat' ની મુલાકાત, ધોની પોતે કારમાં કોહલીને હોટલ છોડવા ગયો; VIDEO જોઈ ખુશ થયા ફેન્સ
સોર્સ : GSTV

પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ વિરાટ કોહલી અને રિષભ પંતને રાંચીમાં પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. કોહલી અને પંત ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ODI માટે રાંચીમાં છે.

App Store

ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની સિરીઝની પહેલી ODI રવિવાર, 30 નવેમ્બર, 2025ના રોજ JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ ખાતે રમાશે. કોહલી અને પંત ગુરુવારે રાત્રે ધોનીને તેના ઘરે મળ્યા હતા.

વિરાટ કોહલીનો એમએસ ધોનીના ઘરે મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 'માહીરાટ' (Mahirat) ની રિયુનિયન જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા. મુલાકાત પછી, એમએસ ધોની પોતે કારમાં વિરાટ કોહલીને ટીમની હોટલ પર છોડવા ગયો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફેન્સ 'માહીરાટ' ને લાંબા સમય પછી એકસાથે જોઈને ખૂબ ઉત્સાહીત થઈ ગયા.

રાંચીમાં ભારતની છેલ્લી મેચ

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે રાંચીમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારે ત્યાં ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ રમી હતી. જોકે, કોહલીએ તે મેચમાં ભાગ નહતો લીધો, કારણ કે તે તેના પુત્ર અકયના જન્મ માટે તેની પત્ની સાથે હતો.

કોહલી શાનદાર પ્રદર્શન કરવા માંગશે

વિરાટ કોહલી આગામી ODI સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. કોહલી તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝમાં ભાગ રહ્યો હતો, જ્યાં તે પ્રથમ બે ODIમાં ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો. તે સમયે કોહલી પર નિવૃત્તિ લેવાનું દબાણ વધી રહ્યું હતું.

જોકે, ત્રીજી ODIમાં, કોહલીએ તેની પ્રતિષ્ઠા મુજબ પ્રદર્શન કર્યું અને રોહિત શર્મા સાથે મળીને મેચ વિનિંગ પાર્ટનરશિપ કરી હતી. કોહલી 2027 ODI વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સતત સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.

કેએલ રાહુલ કેપ્ટન રહેશે

તમને યાદ અપાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આગામી ODI સિરીઝમાં નિયમિત કેપ્ટન શુભમન ગિલ વિના રમશે. કેએલ રાહુલ સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે.

ભારતની ODI સ્કવોડ

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન), રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ અને ધ્રુવ જૂરલ.