WPL Auction 2026: દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી, મહિલા ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 માટે મેગા હરાજી નવી દિલ્હીની JW મેરિયટ હોટલમાં યોજાઇ હતી. મેગા ઓક્શનમાં દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી બની હતી. 3.2 કરોડમાં દીપ્તિ શર્માને યુપી વોરિયર્સે રિટેન કરી હતી. મેગ લેનિંગ,લોરા વોલવાર્ટ,સોફી ડિવાઇન અને એમેલિયા કેરની પણ IPL Auctionમાં નસીબ ચમક્યું છે.
WPL ઇતિહાસની બીજી સૌથી મોંઘી ખેલાડી બની દીપ્તિ શર્મા
દીપ્તિ શર્માને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો પરંતુ RTMનો ઉપયોગ કરી યુપીએ દીપ્તિને રિટેન કરી હતી.આ બોલિંગ સાથે દીપ્તિ શર્મા સ્મૃતિ મંધાના બાદ WPLના ઇતિહાસની બીજી સૌથી મોંઘી ખેલાડી બની ગઇ છે અને મહિલા ક્રિકેટમાં પોતાની છબી એક કમ્પલીટ અને પ્રભાવી ખેલાડીના રૂપમાં મજબૂત કરી છે.
ગત સિઝન સુધી દીપ્તિ શર્માની સેલેરી 2.6 કરોડ રૂપિયા હતી જે આગામી સિઝનથી 3.2 કરોડ રૂપિયા થઇ જશે. યુપી વોરિયર્સે તેની બેસ પ્રાઇઝ (50 લાખ) થી છ ગણા વધુ ભાવમાં તેને ખરીદી હતી.
WPLમાં કઇ ટીમે ક્યા ખેલાડીને ખરીદી
દિલ્હી કેપિટલ્સ
ચિનેલ હેનરી (1.3 કરોડ), એન.ચારણી (1.3 કરોડ), લોરા વોલ્વાર્ડટ (1.1 કરોડ), સ્નેહ રાણા (50 લાખ), લિટેલ લી (30 લાખ), દિયા યાદવ (10 લાખ)
ગુજરાત જાયન્ટ્સ
સૌફી ડિવાઇન (2 કરોડ), ભારતી ફુલમાલી (70 લાખ), રેનુકા સિંઘ (60 લાખ), ટિટસ સાધુ (30 લાખ)
મુંબઇ ઇન્ડિયન્સ
એમેલિયા કેર (3 કરોડ), શબનીમ ઇસ્માઇલ (60 લાખ), સંસ્ક્રિતિ ગુપ્તા (20 લાખ)
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ
લૌરેન બેલ (90 લાખ), નાદિને ડી ક્લાર્ક (65 લાખ), રાધા યાદવ (65 લાખ), જ્યોર્જિયા વોલ (60 લાખ), લિનસે સ્મિથ (30 લાખ), પ્રેમા રાવત (20 લાખ,RTM)
યુપિ વોરિયર્સ
દિપ્તી શર્મા (3.2 કરોડ, RTM),મેગ લેનિંગ (1.9 કરોડ), ફોએબે લિચફિલ્ડ (1.2 કરોડ), આશા સોભના જોય (1.1 કરોડ), સોફી એકલસ્ટોન (85 લાખ,RTM),કિરણ નાવગિરે (60 લાખ,RTM), હરલીન દેઓલ (50 લાખ), ક્રાંતિ ગૌડ (50 લાખ,RTM)

