મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs ENG / બીજી T20 મેચ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો આ ખેલાડી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની બીજી મેચ આજે (25 જાન્યુ

IND vs ENG / બીજી T20 મેચ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો આ ખેલાડી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની બીજી મેચ આજે (25 જાન્યુઆરી) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં ભાગ લેવા માટે બંને ટીમો 23 જાન્યુઆરીએ ત્યાં પહોંચી હતી. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની પહેલી મેચ 7 વિકેટથી સરળતાથી જીતી લીધી હતી, જેમાં ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માના બેટમાંથી વિસ્ફોટક અડધી સદીની ઈનિંગ જોવા મળી હતી. દરમિયાન, બીજી મેચ પહેલા, અભિષેક શર્માના ઈજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે જે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે.

આ પણ વાંચો: એક બોલ પર 2 બેટ્સમેન આઉટ થશે, ક્રિકેટના નિયમોમાં કરાશે મોટા ફેરફાર

નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો અભિષેક શર્મા

ભારતીય ટીમે બીજી T20I મેચ પહેલા 24 જાન્યુઆરીએ સાંજે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન અભિષેક શર્માના પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ફિલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન કેચ પકડતી વખતે અભિષેક શર્માને ઈજા થઈ હતી, ત્યારબાદ ટીમના ફિઝિયોએ તાત્કાલિક તેની ઈજાની તપાસ કરી હતી અને આ પછી અભિષેક ડ્રેસિંગ રૂમમાં પાછો ગયો હતો, ત્યારબાદ તેણે પ્રેક્ટિસમાં ભાગ નહતો લીધો. જ્યારે અભિષેક પાછો અંદર જઈ રહ્યો હતો, ત્યારે તે લંગડાતો જોવા મળ્યો. જોકે, અભિષેકની ઈજા અને તે કેટલી ગંભીર છે તે અંગે BCCI દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી નથી કરવામાં આવ્યું.

ઈંગ્લેન્ડે બીજી T20 માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી

પહેલી T20 મેચ હાર્યા બાદ, મુલાકાતી ટીમ ઈંગ્લેન્ડે બીજી T20 મેચ માટે પોતાની પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી અને તેમાં એક ફેરફાર કર્યો જેમાં ફાસ્ટ બોલર ગસ એટકિનસનની જગ્યાએ બ્રાયડન કાર્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો આપણે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો, જો અભિષેક શર્મા બહાર રહે છે, તો તિલક વર્માને ઓપનર તરીકે મોકલવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, અને વોશિંગ્ટન સુંદર પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

આ સમાચાર શેર કરો