મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND W vs BAN W: બાંગ્લાદેશનો 5-0થી વ્હાઈટવોશ, આ ખેલાડીને મળ્યો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ 

બાંગ્લાદેશમાં રમાયેલ ટી-20 સિરીઝમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 5-0થી ક્લીન સ્વીપ કરીને બાંગ્લાદેશની ટીમને ધૂળ ચટાડી દી

IND W vs BAN W: બાંગ્લાદેશનો 5-0થી વ્હાઈટવોશ, આ ખેલાડીને મળ્યો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ 

બાંગ્લાદેશમાં રમાયેલ ટી-20 સિરીઝમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 5-0થી ક્લીન સ્વીપ કરીને બાંગ્લાદેશની ટીમને ધૂળ ચટાડી દીધી છે. ભારતીય ટીમે 5મી ટી-20 મેચ 21 રને જીતી હતી.

ભારતે પાંચમી મેચમાં બાંગ્લાદેશને 21 રનથી હરાવ્યું

બાંગ્લાદેશ સામેની પાંચમી T-20 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ  20 ઓવરમાં 6 વિકેટે 135 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતે બાંગ્લાદેશને 21 રને હરાવીને પાંચ મેચની ટી-20 સિરીઝ 5-0થી જીતી લીધી છે.

રાધા યાદવનું ટી-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન 

રાધા યાદવે બાંગ્લાદેશ સામેની પાંચ મેચની T-20 શ્રેણીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાધા યાદવે પાંચમી ટી-20 મેચમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી અને પાંચમી ટી-20 મેચ બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય તેમને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો. 

આ સમાચાર શેર કરો