Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India vs New Zealand ODI match head to head record

IND vs NZ / ભારતમાં ટીમ ઈન્ડિયા સામે આટલા વર્ષોથી એકપણ ODI નથી જીત્યું ન્યુઝીલેન્ડ, ખૂબ જ ખરાબ છે રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / ભારતમાં ટીમ ઈન્ડિયા સામે આટલા વર્ષોથી એકપણ ODI નથી જીત્યું ન્યુઝીલેન્ડ, ખૂબ જ ખરાબ છે રેકોર્ડ
સોર્સ : GSTV

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા સ્ટાર ખેલાડીઓ આ સિરીઝથી ફરી એક્શનમાં જોવા મળશે. ભારતે છેલ્લી ODI સિરીઝમાં સાઉથ આફ્રિકા સામે 2-1થી જીતી નોંધાવી હતી. ત્યારથી ટીમનું મનોબળ ઊંચું છે. હવે ટીમ ઈન્ડિયાનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. સિરીઝ પહેલા ચાલો જાણીએ કે ODI ક્રિકેટમાં ભારત અને ન્યુઝીલેન્ડનો હેડ ટુ હેડ રેકોર્ડ કેવો છે.

App Store

ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 120 ODI મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે 62 જીતી છે. જ્યારે ન્યુઝીલેન્ડે 50 જીતી છે અને 7 મેચમાં કોઈ પરિણામ નથી મળ્યું, આ સિવાય એક મેચ ટાઈ થઈ હતી. આ આંકડાઓના આધારે ODI ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે.

8 વર્ષથી ન્યુઝીલેન્ડે ભારતમાં ટીમ ઈન્ડિયા સામે નથી જીતી ODI મેચ

ન્યુઝીલેન્ડ છેલ્લા 8 વર્ષથી ભારતીય ધરતી પર ભારત સામે એક પણ ODI નથી જીતી શક્યું. ન્યુઝીલેન્ડે છેલ્લે 2017માં ભારત સામે ODI જીતી હતી. આ મેચ વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં કિવીઓએ 6 વિકેટથી જીત મેળવી હતી. ત્યારથી, કિવી ટીમ ભારતીય ધરતી પર ભારત સામે જીત મેળવવા માટે તરસી રહી છે.

શુભમન ગિલ ODI સિરીઝમાં ભારતની કમાન સંભાળશે

શુભમન ગિલને ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે તેને 2026ના ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય સ્કવોડમાં પસંદ નથી કરવામાં આવ્યો. તેથી, તેનું ધ્યાન હવે ODI ફોર્મેટ પર રહેશે. ઈજાને કારણે તે છેલ્લી ODI સિરીઝમાં નહતો રમ્યો. આવી સ્થિતિમાં કેએલ રાહુલે સાઉથ આફ્રિકા સામે ટીમનું નેતૃત્વ કર્યું હતું.