મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઓસ્ટ્રેલિયા સામે પહેલી ODI મેચ હાર્યું ભારત, હવે સિરીઝમાં બરાબર રહેવા ટીમ ઈન્ડિયાને બીજી મેચ જીતવી જરૂરી

ભારત અને ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા સામે પહેલી ODI મેચ હાર્યું ભારત, હવે સિરીઝમાં બરાબર રહેવા ટીમ ઈન્ડિયાને બીજી મેચ જીતવી જરૂરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI મેચોની સિરિઝની શરૂઆત આજે 19 ઓક્ટોબરથી થઈ ચૂકી છે. તેની પહેલી મેચ આજે પર્થમાં રમાઈ હતી, જે ભારત હારી ગયું છે. હવે ભારતે આ સિરિઝમાં ટકવા અને તેને બરાબર કરવા માટે આ સિરિઝની બીજી મેચ જીતવી આવશ્યક છે. ઓસ્ટ્રેલિયાને DLS પ્રમાણે 131 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે વરસાદના વિઘ્ન વિના આ ટીમે 3 વિકેટ ગુમાવીને હાંસિલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 21.1 ઓવરમાં 7 વિકેટથી આ મેચ પોતાના નામે કરી સિરિઝમાં 1-0થી લીડ મેળવી છે. કેમ કે, ભારતીય ટીમ વરસાદના ઘણા વિઘ્ન વચ્ચે 26 ઓવરના અંતે માત્ર 137 રન જ બનાવી શકી હતી. 

આ સમાચાર શેર કરો