INDW vs ENGW: ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાને આજે કોઈપણ કિંમતે જીતવું જરૂરી, ઈંગ્લેન્ડે જીત્યો ટોસ

મહિલા વર્લ્ડ કપ 2025માં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમનો આ ટુર્નામેન્ટનો આ પાંચમો મુકાબલો છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી જરૂરી છે. ભારતીય ટીમ માટે આ કરો યા મરો જેવી મેચ છે, કારણ કે જો આજની મેચ ભારત હારે તો તેનાથી ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ ઘટી જશે. આ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે આજે બપોરે 3 વાગ્યાથી રમાઈ રહી છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન
એમી જોન્સ (વિકેટકીપર), ટેમી બ્યુમોન્ટ, હીથર નાઈટ, નૈટ સાયવર-બ્રન્ટ (કેપ્ટન), સોફિયા ડંકલે, એમ્મા લેમ્બ, એલિસ કેપ્સી, ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન, લિન્સી સ્મિથ, લોરેન બેલ.

