Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs AUS: Gill's team survived being all out, India set a target of 137 runs

IND vs AUS: ગિલની ટીમ ઓલઆઉટ થતા બચી ગઈ, ઓસ્ટ્રેલિયાને DLS પ્રમાણે મળ્યો 131 રનનો ટાર્ગેટ

Timeછેલ્લું અપડેટ : 19 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS: ગિલની ટીમ ઓલઆઉટ થતા બચી ગઈ, ઓસ્ટ્રેલિયાને DLS પ્રમાણે મળ્યો 131 રનનો ટાર્ગેટ
સોર્સ : GSTV

આજની મેચમાં પર્થમાં વરસાદ વારંવાર વિઘ્ન બની વરસતો રહ્યો, જેના અંતે 26 ઓવરમાં ભારતે 9 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા. હવે આજની મેચ જીતવા ઓસ્ટ્રેલિયાની ટીમને DLS નિયમ પ્રમાણે 131 રન બનાવવાનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી ડેબ્યૂ કરનાર નીતિશ રેડ્ડીએ આજની ઈનિંગના છેલ્લા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો અને સ્કોર 137 સુધી પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો હતો.

App Store

કેએલ રાહુલે બનાવ્યા સૌથી વધારે રન

ભારતના ઓપનર્સ આજે કંઈ ખાસ કરી શક્યા ન હતા, તેથી રોહિત 8 અને ગિલ 10 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ શૂન્ય પર આઉટ થયો હતો. પછી ભારત તરફથી સૌથી વધારે 38 રન કેએલ રાહુલે બનાવ્યા હતા. ઉપરાંત અક્ષરે 31, શ્રેયસે 11, નીતિશે 19 અને વોશિંગ્ટન સુંદરે 10 રન બનાવી સ્કોર 137 રન સુધી પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડ, ઓવેન અને મેથ્યૂએ 2-2-2 વિકેટ મેળવી હતી.