Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs AUS 1st ODI: Rohit Sharma hands over Nitish Kumar Reddy his debut ODI cap

IND vs AUS 1st ODI: રોહિત શર્માએ નીતિશ કુમાર રેડ્ડીને આપી ODIમાં ડેબ્યૂ કેપ, ભેટીને આપી શુભેચ્છા

Timeછેલ્લું અપડેટ : 19 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS 1st ODI: રોહિત શર્માએ નીતિશ કુમાર રેડ્ડીને આપી ODIમાં ડેબ્યૂ કેપ, ભેટીને આપી શુભેચ્છા
સોર્સ : GSTV

નીતિશ કુમાર રેડ્ડી આજે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં રમી રહ્યા છે, જે તેની વનડે ડેબ્યૂ છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ પહેલા રોહિત શર્માએ ઓલરાઉન્ડર નીતિશ કુમારને ડેબ્યૂ કેપ આપી હતી અને રોહિત તેને ભેટ્યો હતો.

App Store

નીતિશ કુમાર રેડ્ડીની વાત કરીએ તો, વિરાટ કોહલીએ તેને તેની ટેસ્ટ ડેબ્યૂ કેપ આપી હતી અને આજે રોહિત શર્માએ તેને વનડેમાં આ ડેબ્યૂ કેપ આપી છે. નીતિશ માટે આજનો દિવસ યાદગાર રહેવાનો છે. કેમ કે, જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પર્થમાં જ તેણે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. હવે તેને તે જ મેદાન પર ODI ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે જ્યાં તેણે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.