મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ચક દે ઈન્ડિયા: ચીનને પછાડીને ભારતે મહિલા એશિયન ચેમ્પિયન્સની ટ્રોફી જીતી

ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ચીનને પછાડીન

ચક દે ઈન્ડિયા: ચીનને પછાડીને ભારતે મહિલા એશિયન ચેમ્પિયન્સની ટ્રોફી જીતી

ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ચીનને પછાડીને ભારતની મહિલા હોકી ટીમે 1-0થી ભવ્ય વિજય મેળવ્યો છે.

ભારત અને ચીન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં પ્રથમ બે ક્વાર્ટરમાં એક પણ ટીમ ગોલ કરી શકી નહોતી. પરંતુ ત્રીજા ક્વાર્ટરની શરૂઆત બાદ પહેલી જ મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જેને દીપિકાએ ગોલમાં ફેરવ્યો હતો. ચીને છેલ્લી ઘડી સુધી ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં ચીનની ટીમ નિર્ધારિત સમયમાં એક ગોલ પણ કરી શકી નહોતી.

ભારતની ટીમ એક પણ મેચ હારી નથી

બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારતીય ટીમ અત્યાર સુધીમાં એક પણ મેચ હારી ન હતી. જ્યારે ચીનની ટીમ એક મેચ હારી હતી.  

ભારત સેમિફાઈનલમાં જાપાનને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું

ભારત સેમિફાઈનલમાં જાપાનને 2-0થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. જાપાન સામેની રોમાંચક સેમિફાઈનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ભારતને શાનદાર જીત અપાવી હતી. આ ચેમ્પિયન્સ ટ્રોફી બિહારમાં રમાઈ રહી હતી.

આ સમાચાર શેર કરો