ભારતે ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ ટીમને 3-0થી હરાવી, સેમિફાઈનલમાં ક્વોલિફાય
બિહારમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે. આજે ટીમ ઈન્ડિયાના મુકાબલો ચીન સામે ખેલાયો હતો. જે

બિહારમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે. આજે ટીમ ઈન્ડિયાના મુકાબલો ચીન સામે ખેલાયો હતો. જેમાં ભારતે હાલની ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ વિજેતા ચીનને 3-0થી હરાવીને ઉલટફેર કર્યો. મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટની સેમિફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે.
ભારતે સંગીતા કુમારી (32મી મીનિટ) અને કેપ્ટન સલીમા ટેટે (37મી મીનિટ)ની મદદથી બે ગોલ કર્યા હતા જ્યારે ટૂર્નામેન્ટની ટોપ સ્કોરર દીપિકાએ (60મી મીનિટ) અંતિમ મીનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો હતો.
ભારત આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર
ભારત ચાર મેચમાં આઠ પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ચૂકી છે. ચીન ચાર મેચમાં છ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર સરકી ગઈ છે. ભારત પોતાના રાઉન્ડ રોબિન અભિયાન રવિવારે જાપાન વિરૂદ્ધ પૂર્ણ કરશે.






