Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND-W vs SA-W final pitch report and probable playing eleven

IND-W vs SA-W / બેટ્સમેન કે બોલર, ફાઈનલમાં કોનો રહેશે દબદબો? જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND-W vs SA-W / બેટ્સમેન કે બોલર, ફાઈનલમાં કોનો રહેશે દબદબો? જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
સોર્સ : GSTV

વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચ 2 નવેમ્બરે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. ભારતીય ટીમ આઠ વર્ષ પછી ફાઈનલમાં પહોંચી છે, જ્યારે આફ્રિકન ટીમે પહેલી વાર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પરિણામે, આ ટાઈટલ મેચમાં બંને ટીમો લગભગ સમાન દબાણનો સામનો કરશે. ફાઈનલ પહેલા જાણો ડીવાય પાટીલ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન.

App Store

ફાઈનલ દરમિયાન પિચ કેવી રહેશે?

નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમની પિચ બેટ્સમેન અને બોલર બંને માટે અનુકૂળ માનવામાં આવે છે. સેમીફાઈનલમાં આ ગ્રાઉન્ડ પર બંને ઈનિંગ્સના મળીને કુલ 600થી વધુ રન બન્યા હતા. આ ગ્રાઉન્ડ પર બેટિંગ કરવી અને રન બનાવવા સરળ માનવામાં આવે છે, પરંતુ સાંજે અહીં ઝાકળ પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં, કેપ્ટન ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. બીજી તરફ, સ્પિનર્સને જૂના બોલથી વચ્ચેની ઓવર્સમાં થોડી મદદ મળી શકે છે. ઝાકળને કારણે, આ મેદાન પર બીજી ઈનિંગમાં બેટિંગ કરવી સરળ બને છે.

બંને ટીમોએ સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું

ભારત અને સાઉથ આફ્રિકાએ તેમના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની સેમીફાઈનલમાં જીત મેળવી છે. સાઉથ આફ્રિકાવિમેન્સ ટીમે પ્રથમ સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની વિમેન્સ ટીમને 125 રનથી હરાવી હતી. ભારતીય વિમેન્સ ટીમે બીજી સેમીફાઈનલમાં સાત વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિય ટીમ સામે 338 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરીને 5 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. ભારતીય ટીમ ફાઈનલમાં કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

ફાઈનલ માટે બંને ટીમો માટે સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), રાધા યાદવ, અમનજોત કૌર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકા ઠાકુર.

સાઉથ આફ્રિકા: લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તંજમીન બ્રિટ્સ, સુને લુસ, મેરિઝાન કેપ, એનક બોશ, સિનાલો જાફતા (વિકેટકીપર), ક્લોઈ ટ્રેયોન, નાદીન ડી ક્લર્ક, મસાબાતા ક્લાસ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા.