Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian men team sends special message to women's team for world cup final

'કપ ઘરે લઈ આવો', ઓસ્ટ્રેલિયાથી ભારતીય વિમેન્સ ટીમ માટે આવ્યો ખાસ મેસેજ; BCCI એ શેર કર્યો VIDEO

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
'કપ ઘરે લઈ આવો', ઓસ્ટ્રેલિયાથી ભારતીય વિમેન્સ ટીમ માટે આવ્યો ખાસ મેસેજ; BCCI એ શેર કર્યો VIDEO
સોર્સ : GSTV

ભારતની મેન્સ ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન ટીમે 2 નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે રમાનારી વિમેન્સ ODI વર્લ્ડ કપ ફાઈનલ પહેલા વિમેન્સ ટીમને શુભકામનાઓ પાઠવી. મેન્સ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ઉપરાંત T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને શુભમન ગિલ સહિત ખેલાડીઓએ વિમેન્સ ટીમને શુભેચ્છાઓ પાઠવી અને હરમનપ્રીત કૌર અને તેના સાથી ખેલાડીઓને ટ્રોફી ઘરે લાવવા કહ્યું છે.

App Store

ભારતની મેન્સ ટીમે વિમેન્સ ટીમને ફાઈનલમાં નિર્ભય ક્રિકેટ રમવા અને તેમની ગતિ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરી છે. દરમિયાન, કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમને અત્યાર સુધીના તેમના ઉત્તમ પ્રદર્શન માટે અભિનંદન આપ્યા અને વિમેન્સ ટીમને નવી મુંબઈમાં ફાઈનલમાં એક છેલ્લો પ્રયાસ કરવા કહ્યું. BCCI એ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

BCCI એ વીડિયો શેર કર્યો

સૂર્યકુમારે વીડિયોમાં કહ્યું, "વિમેન્સ ટીમને વર્લ્ડ કપ ફાઈનલ માટે શુભકામનાઓ. આ તકનો આનંદ માણો, તમારી લયમાં રહો. મને લાગે છે કે અત્યાર સુધીનું તમારું અભિયાન શાનદાર રહ્યું છે. મારા સાથી ખેલાડીઓ અને સમગ્ર સપોર્ટ સ્ટાફ, અમે તમારી સાથે છીએ. ભારત માટે એક છેલ્લો પ્રયાસ, જય હિંદ."

ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

નોંધનીય છે કે ભારતીય વિમેન્સ ટીમે સેમીફાઈનલમાં સાત વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ત્રીજી વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલ રવિવાર, 2 નવેમ્બરના રોજ નવી મુંબઈમાં રમાશે. જે પણ ટીમ ફાઈનલ જીતશે તે ઈતિહાસ રચશે.