Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Women's World Cup: The team that wins the final match will get record-breaking prize money, the runner-up team will also get big prize money

મહિલા વર્લ્ડ કપ: ફાઈનલ મેચ જીતનાર ટીમને મળશે રેકોર્ડબ્રેક ઇનામી રકમ, રનર-અપ ટીમને પણ મળશે મોટી પ્રાઈઝ મની

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
મહિલા વર્લ્ડ કપ: ફાઈનલ મેચ જીતનાર ટીમને મળશે રેકોર્ડબ્રેક ઇનામી રકમ, રનર-અપ ટીમને પણ મળશે મોટી પ્રાઈઝ મની
સોર્સ : GSTV

ભારત અને દક્ષિણ આફ્રિકા, આ બંને દેશના ક્રિકેટના ચાહકો માટે આવતીકાલનો દિવસ ઘણો મહતવ્નો છે. કારણ કે, 2 નવેમ્બર (રવિવાર)ના રોજ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ના ફાઇનલમાં આ બંને ટીમ એકબીજા સામે ટકરાશે.આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ૩ વાગ્યે નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે શરૂ થશે.

App Store

ભારત અને દક્ષિણ આફ્રિકા બંને હજુ સુધી મહિલા વર્લ્ડ કપ જીતી શક્યા નથી.વિજેતા ટીમ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હશે. ટાઇટલ મેચ રોમાંચક બનશે, તેવી સંભાવના છે.

આ હશે પ્રાઈઝ મની

આ વખતે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનારી ટીમ પર પૈસાનો વરસાદ થશે. મહિલા વર્લ્ડ કપની 13મી આવૃત્તિની વિજેતા ટીમને 4.48 મિલિયન ડોલર (લગભગ 40 કરોડ રૂપિયા) મળશે. આ રકમ ઓસ્ટ્રેલિયાને 2022માં મળેલી ઈનામી રકમ (1.32 મિલિયન ડોલર) કરતાં 239 ટકા વધુ છે.

અન્ય ટીમોને પણ મળશે ઈનામી રકમ

બીજા ક્રમે આવનારી ટીમને 2.24 મિલિયન ડોલર (આશરે 20 કરોડ રૂપિયા) મળશે. આ રકમ 2022માં ઇંગ્લેન્ડને મળેલા 600,000 ડોલર કરતા 273 ટકા વધુ છે.

સેમિફાઇનલમાં હારેલી બંને ટીમો (ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ)ને 1.12 મિલિયન ડોલર (આશરે 9.3 કરોડ રૂપિયા)ની સમાન રકમ મળી છે. પાછલી આવૃત્તિમાં આ રકમ ફક્ત 300,000 ડોલર હતી. પોઈન્ટ ટેબલમાં પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમો (શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ)ને સમાન રકમ 700,000 (આશરે 5.8 કરોડ રૂપિયા) મળી. 

આ ઉપરાંત, સાતમા અને આઠમા ક્રમે રહેલી ટીમો (બાંગ્લાદેશ અને પાકિસ્તાન)ને 280,000 ડોલર (આશરે 2.3 કરોડ રૂપિયા) મળ્યા. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે, દરેક ટીમને 250,000 ડોલર (લગભગ 2 કરોડ રૂપિયા)ની અલગ ગેરંટી મની આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, ગ્રુપ સ્ટેજ દરમિયાન દરેક મેચ જીતવા બદલ ટીમોને 34,314 ડોલર (લગભગ 28 લાખ રૂપિયા) મળ્યા છે.