Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Women's World Cup 2025 final match live telecast details

Women's World Cup 2025 / ફ્રીમાં કેવી રીતે જોઈ શકશો ફાઈનલ મેચ? જાણો કેટલા વાગ્યે શરૂ થશે મહામુકાબલો

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Women's World Cup 2025 / ફ્રીમાં કેવી રીતે જોઈ શકશો ફાઈનલ મેચ? જાણો કેટલા વાગ્યે શરૂ થશે મહામુકાબલો
સોર્સ : GSTV

સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ, ટીમ ઈન્ડિયા વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં પહોંચી છે. ટીમે આ ટુર્નામેન્ટમાં ત્રીજી વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું. જોકે, ટીમ ઈન્ડિયા હજુ સુધી ટાઈટલ નથી જીતી શકી. આ વખતે સાઉથ આફ્રિકા સામેની મેચમાં ટીમની નજર ફાઈનલ જીતવા પર હશે. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ વધ્યો છે. ફાઈનલ મેચ 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના DY પાટિલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. ચાલો જાણીએ કે તમે આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો.

App Store

ફ્રીમાં ક્યાં જોઈ શકશો?

વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઈનલનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વધુમાં, મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Hotstar એપ પર ઉપલબ્ધ થશે. ક્રિકેટ ફેન્સ તેમના ફોન પર Jio Hotstar એપ ડાઉનલોડકરીને મેચ જોઈ શકે છે. ફેન્સ ફાઈનલનું લાઈવ ટેલિકાસ્ટ ડીડી સ્પોર્ટ્સ પર ફ્રીમાં પણ જોઈ શકે છે. આ માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

ફાઈનલ આ સમયે શરૂ થશે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા એટલે કે 2:30 વાગ્યે થશે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી, તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા ઓછી છે.

ભારત ત્રીજી વખત ફાઈનલમાં પહોંચ્યું

ટીમ ઈન્ડિયા પહેલીવાર 2005માં વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે 98 રનથી હારી ગઈ હતી. 12 વર્ષ પછી, ટીમ ફરીથી ફાઈનલમાં પહોંચી, પરંતુ વિમેન્સ વર્લ્ડ કપ 2017ની ફાઈનલમાં, ઈંગ્લેન્ડ સામે 9 રનથી હારી જતા ટાઈટલ જીતવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું. હવે, ટીમ હવે ત્રીજી વખત ફાઈનલમાં પહોંચી છે.

ફાઈનલ માટે બંને ટીમોની સ્કવોડ

સાઉથ આફ્રિકા: લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તંજમિન બ્રિટ્સ, સુને લુસ, મારિઝેન કપ્પ, એનેકે બોશ, સિનાલો જાફ્તા, ક્લો ટ્રાયોન, નાદીન ડી ક્લાર્ક, મસાબાતા ક્લાસ, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા, તુમી સેખુખુને, નોંડુમિસો શંગાસે, કારાબો મેસો, અનેરી ડર્કસેન..

ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, ઉમા છેત્રી, અમનજોત કૌર, રાધા યાદવ, શ્રી ચરાણી, રેણુકા સિંઘ ઠાકુર, સ્નેહ રાણા, અરુંધતી રેડ્ડી, રિચા ઘોષ, ક્રાંતિ ગૌડ.