Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Women's World Cup 2025 final rain weather forecast

Women's World Cup 2025 / શું ફાઈનલ મેચમાં વરસાદ બનશે વિલન? ફેન્સની મજા બગડશે?

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Women's World Cup 2025 / શું ફાઈનલ મેચમાં વરસાદ બનશે વિલન? ફેન્સની મજા બગડશે?
સોર્સ : GSTV

હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમ વિમેન્સ વર્લ્ડ કપ 2025માં સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ સેમીફાઈનલમાં મજબૂત ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમ હવે 2 નવેમ્બરના રોજ ફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે. આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

App Store

વરસાદ મજા બગાડી શકે છે

હવામાન રિપોર્ટ મુજબ, 2 નવેમ્બરે નવી મુંબઈમાં દિવસના સમયે વરસાદ પડવાની શક્યતા 63 ટકા છે. જ્યારે રાત્રે વરસાદ પડવાની શક્યતા 45 ટકા છે. જો 2 નવેમ્બરે મેચ ન રમાઈ શકે, તો તે રિઝર્વ ડે પર યોજાશે. ફાઈનલ માટે 3 નવેમ્બરને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે.

રિઝર્વ ડે પર પણ વરસાદ પડવાની શક્યતા

હવામાન રિપોર્ટ મુજબ 3 નવેમ્બરના રોજ નવી મુંબઈમાં દિવસ દરમિયાન વરસાદની શક્યતા 55 ટકા છે. જ્યારે રાત્રે વરસાદની શક્યતા 66 ટકા છે. પરિણામે, ફાઈનલમાં વિક્ષેપ પડી શકે છે. જો પહેલા દિવસે ટોસ થાય અને બંને ટીમો થોડી ઓવર્સ રમે છે અને પછી વરસાદ આવે છે, તો રમત રિઝર્વ ડે પર જ્યાંથી છોડવામાં આવી હતી ત્યાંથી જ શરૂ થશે. જોકે, જે મુજબ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેનાથી એવું લાગે છે કે ફાઈનલ દરમિયાન વરસાદ વિલન બની શકે છે.

ભારતે મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી

ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ટીમને 5 વિકેટથી હરાવી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 338 રન બનાવ્યા હતા. આ પછી જેમિમા રોડ્રિગ્સ 127 રન બનાવીને ભારતની સૌથી મોટી મેચ વિનર બની. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 89 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓને કારણે જ ભારતીય ટીમે વિમેન્સ ODI ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો અને ઈતિહાસ રચ્યો. બીજી બાજુ સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 125 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું.