Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Who is Amol Muzumdar who never played for team India still can win world cup

કોણ છે અમોલ મજુમદાર? ભારત માટે નથી રમ્યા મેચ, પરંતુ હવે વર્લ્ડ કપ જીતવાથી ફક્ત એક ડગલું દૂર

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
કોણ છે અમોલ મજુમદાર? ભારત માટે નથી રમ્યા મેચ, પરંતુ હવે વર્લ્ડ કપ જીતવાથી ફક્ત એક ડગલું દૂર
સોર્સ : Google

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન સાથે ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળના ભારતે ગુરુવારે સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ફાઈનલ મેચમાં સ્થાન મેળવ્યું છે.

App Store

ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે, જેણે પ્રથમ માં ઈંગ્લેન્ડનેસેમીફાઈનલ 125 રનથી હરાવ્યું હતું. જેમિમા રોડ્રિગ્ઝ (127*) અને કેપ્ટન હરમનપ્રીત કૌર (89) ની મજબૂત ઈનિંગ્સને કારણે ભારત ODI ઈતિહાસમાં સૌથી વધુ રન ચેઝ કરીને ફાઈનલમાં પહોંચ્યું છે.

ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મેચ પછી તેની સફળતાનો શ્રેય હેડ કોચ અમોલ મજુમદારને આપ્યો હતો. મજુમદારના માર્ગદર્શન હેઠળ, ભારતીય વિમેન્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને હવે તે ટાઈટલથી માત્ર એક ડગલું દૂર છે.

મજુમદારની નિમણૂક અંગે વિવાદ

ઓક્ટોબર 2023માં મજુમદારે હેડ કોચની ભૂમિકા સંભાળી હતી. તે સમયે, ભારતીય વિમેન્સ ટીમ આગળ વધવાનો માર્ગ શોધી રહી હતી. અગાઉ, કોચિંગ પદ પર અસ્થિરતા જોવા મળી હતી અને પસંદગી અને નેતૃત્વ અંગે પ્રશ્નો ઉભા થયા હતા.

મજુમદારની નિમણૂકથી પણ વિવાદ થયો કારણ કે તેઓ ક્યારેય ભારત માટે નથી રમ્યા. આ કારણ કેટલાક લોકો માટે તેમના પર શંકા કરવા માટે પૂરતું હતું. જોકે, મજુમદારની કારકિર્દી ક્યારેય ગ્લેમરસ નહતી. તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બે દાયકાથી વધુ સમય વિતાવ્યો, 11,000 થી વધુ રન બનાવ્યા અને મુંબઈના સૌથી સુસંગત અને આદરણીય બેટ્સમેનોમાંથી એક બન્યા.

મજુમદારની વિચારસરણી અલગ છે

મજુમદારે ભારતીય ક્રિકેટના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ પાસેથી રમતની ઝીણવટ શીખી અને પછી ભારતની જુનિયર ટીમો સાથે પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ્સની જુનિયર ટીમોને કોચિંગ આપ્યું. અમોલ મજુમદાર પાસે મોટી ફેન ફોલોઈંગ નથી, પરંતુ તેમનો અભિગમ સ્પષ્ટ છે, શાંતિથી અને સ્થિરતાથી વિશ્વાસ બનાવો.

અમોલ મજુમદાર સારી રીતે જાને છે કે ઓળખ અને સમ્માન વગર સખત મહેનતનો શું અર્થ છે. કદાચ આ જ કારણ છે કે તેમનું ધ્યાન પ્રભુત્વ મેળવવા કરતાં પરિણામો આપવા પર કેન્દ્રિત હતું. જોકે, વર્તમાન વર્લ્ડ કપમાં તેમના વિશ્વાસની કસોટી થઈ હતી.

ટીમ પર દબાણ ન બનાવ્યું

ભારત ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું. ત્યારબાદ ટીમ ટીકાઓથી ઘેરાયેલી હતી. ટીમ સિલેકશન અંગે પ્રશ્નો ઉભા થયા હતા, અને ઘણા લોકો શંકા કરવા લાગ્યા હતા કે શાંત કોચ મજુમદાર ટીમને જીત તરફ દોરી શકશે કે નહીં. જોકે, ડ્રેસિંગ રૂમમાં કોઈપણ ખેલાડી પર કોઈ દબાણ નહતું. મજુમદારનો સ્વભાવ શાંત જ રહ્યો.

ટીમને અમોલ મઝુમદાર પર વિશ્વાસ છે

ઓસ્ટ્રેલિયા પર ભારતની જીત પછી, અમોલ મજુમદારે કહ્યું, "ડ્રેસિંગ રૂમમાં કોઈ મોટો મેસેજ નહતો આપવામાં આવ્યો. અમે હંમેશા એકબીજાને કહીએ છીએ કે અમારે મેચ સારી રીતે સમાપ્ત કરવાની જરૂર છે. અમે સામાન્ય રીતે સારી શરૂઆત કરી છે, પરંતુ સમાપ્તિમાં સુધારાની જરૂર હતી. આજે અમે તે કરી દેખાડ્યું."

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કોચમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, "ડ્રેસિંગ રૂમમાં અમારા બધાને કોચ અમોલ મજુમદાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે જે કંઈ કહે છે, તે દિલથી કહે છે. ભલે તે કડક હોય, તે સારા માટે છે." આ અમોલ મજુમદારની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. ભલે તેને ખેલાડી તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક ન મળી, પરંતુ તે હવે ખિતાબથી માત્ર એક ડગલું દૂર છે.

અમોલ મજુમદારની કારકિર્દી

અમોલ મજુમદારે 171 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં 11,167 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 30 સદી અને 60 અડધી સદી ફટકારી હતી. દરમિયાન, લિસ્ટ Aમાં, મજુમદારે 113 મેચમાં 3286 રન બનાવ્યા હતા, જેમાં 3 સદી અને 26 અડધી સદી ફટકારી હતી. તેમણે 14 T20 મેચમાં 174 રન પણ બનાવ્યા હતા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે.