Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI secretary's big statement ahead of Women's World Cup 2025 final

Women's World Cup 2025 / 'ભારત વર્લ્ડ કપ જીત્યું તો અમે...', ફાઈનલ પહેલા BCCIની મોટી જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Women's World Cup 2025 / 'ભારત વર્લ્ડ કપ જીત્યું તો અમે...', ફાઈનલ પહેલા BCCIની મોટી જાહેરાત
સોર્સ : GSTV

વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચ રવિવારે ભારતીય વિમેન્સ ટીમ અને સાઉથ આફ્રિકન વિમેન્સ ટીમ વચ્ચે રમાશે. ભારત પહેલા બે વખત ફાઈનલમાં પહોંચ્યું છે પરંતુ ક્યારેય ટાઈટલ નથી જીતી શક્યું, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે. આ મહામુકાબલા પહેલા, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક મોટું નિવેદન આપ્યું. તેમણે ટીમ ઈન્ડિયાની સફળતા માટે ICC પ્રમુખ જય શાહને શ્રેય આપ્યો, જે અગાઉ BCCI સેક્રેટરી હતા.

App Store

PTI સાથે વાત કરતા, BCCI સેક્રેટરીએ કહ્યું, "જય શાહના નેતૃત્વ હેઠળ, BCCI એ વિમેન્સ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત રોડમેપ વિકસાવ્યો છે, જેમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની શરૂઆત અને આંતરરાષ્ટ્રીય મેચો માટે પુરૂષ અને મહિલા ખેલાડીઓ વચ્ચે પગાર સમાનતા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. અમારો ઉદ્દેશ હંમેશા મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહિત અને સશક્ત બનાવવાનો રહ્યો છે."

વિજયની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવશે

ભારતીય વિમેન્સ ટીમ પહેલીવાર 2005માં વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચી હતી, ત્યારે ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું. ભારતીય ટીમ 2017માં બીજી વખત ફાઈનલમાં પહોંચી હતી, જેમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે, ભારત ત્રીજી વખત ફાઈનલમાં છે. BCCI સચિવે વચન આપ્યું હતું કે જો ભારતીય ટીમ જીતશે, તો ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે.

PTI સાથે વાત કરતા તેમણે કહ્યું, "જો ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનશે, તો અમે ચોક્કસપણે તેમની જીતની ભવ્ય રીતે ઉજવણી કરીશું."

વિમેન્સ વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચ રવિવાર, 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 2:30 વાગ્યે થશે.