Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Dabang Delhi k-c defeats Puneri Paltan to win PKL 2025 final

PKL 2025 / દબંગ દિલ્હીએ બીજી વખત જીત્યું પ્રો કબડ્ડી લીગનું ટાઈટલ, ફાઈનલ મેચમાં પુનેરી પલટનને આપી માત

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
PKL 2025 / દબંગ દિલ્હીએ બીજી વખત જીત્યું પ્રો કબડ્ડી લીગનું ટાઈટલ, ફાઈનલ મેચમાં પુનેરી પલટનને આપી માત
સોર્સ : GSTV

લગભગ બે મહિનાના રોમાંચ અને રેકોર્ડબ્રેક પ્રદર્શન પછી, પ્રો કબડ્ડી લીગ (PKL) ની 12મી સિઝનની ફાઈનલ મેચ 31 ઓક્ટોબરના રોજ રમાઈ હતી. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દબંગ દિલ્હીએ પુનેરી પલટનને 31-28થી હરાવી હતી. બંને ટીમોએ સમગ્ર સિઝન દરમિયાન ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને હવે તેમની પાસે ઈતિહાસ રચવાની તક હતી અને દબંગ દિલ્હીની ટીમે તેમાં સફળ રહી. આ દબંગ દિલ્હીનું બીજું PKL ટાઈટલ છે, જે તેણે ચાર વર્ષ બાદ જીત્યું છે.

App Store

બંને ટીમોએ પહેલા હાફમાં કેવું પ્રદર્શન કર્યું?

બંને ટીમોએ પહેલા હાફમાં સારી શરૂઆત કરી, પરંતુ દબંગ દિલ્હી ઝડપથી પુનેરી પલટન પર દબાણ લાવવામાં સફળ રહી. ટીમે પહેલા હાફમાં 20 પોઈન્ટ બનાવ્યા, જ્યારે પુનેરી પલટન 14 સુધી મર્યાદિત રહી. દિલ્હીના રેડર્સે આ હાફમાં 13 રેડ પોઈન્ટ બનાવ્યા, જેમાં નીરજ નરવાલની યાદગાર સુપર રેડનો પણ સમાવેશ થાય છે. હાફ ટાઈમ સુધી સ્કોર 20-14 હતો, અને દબંગ દિલ્હી મજબૂત સ્થિતિમાં હતી.

બીજા હાફમાં પુનેરી પલટનની વાપસી

બીજા હાફમાં પુનેરી પલટને મેચમાં વાપસી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. આદિત્ય શિંદેએ સતત રેડ્સ સાથે 10 પોઈન્ટ બનાવ્યા અને થોડા સમય માટે, દિલ્હી ની ટીમ દબાણમાં આવી ગઈ હતી. જોકે, દિલ્હીના કેપ્ટન આશુ મલિકે દબાણ હેઠળ પોતાનો સંયમ જાળવી રાખ્યો. ટીમે બીજા હાફમાં 11 પોઈન્ટ બનાવ્યા, જ્યારે પુનેરી પલટને ફરી એકવાર 14 પોઈન્ટ બનાવ્યા. અંતિમ મિનિટોમાં આશુ મલિકની 'ડુ ઓર ડાઈ' રેડ નિર્ણાયક સાબિત થઈ, જેના કારણે દિલ્હીની ટીમે રોમાંચક જીત નોંધાવી.

વિજેતા ટીમને કેટલા કરોડ રૂપિયા આપવામાં આવ્યા?

પ્રો કબડ્ડી લીગ 2025નો ખિતાબ જીતનાર ટીમને 3 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી. જ્યારે રનર-અપ ટીમ, પુનેરી પલટનને 1.8 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી. દબંગ દિલ્હીએ અગાઉ 2021-22માં પટના પાયરેટ્સને હરાવીને PKL ટાઈટલ જીત્યું હતું, જ્યારે પુનેરી પલ્ટને 2023-24માં ફાઈનલમાં હરિયાણા સ્ટીલર્સને હરાવીને ટ્રોફી જીતી હતી. બંને ટીમોએ આ સિઝનના લીગ સ્ટેજમાં 13-13 મેચ જીતી હતી. બંને ટીમ પાસે 26-26 પોઈન્ટ સાથે હતા અને બંને એ પોઈન્ટ્સ ટેબલના ટોપ-2નું સ્થાન જાળવી રાખ્યું અને ફાઈનલમાં સ્થાન મેળવ્યું.