IND vs AUS / ઓસ્ટ્રેલિયા એ 4 વિકેટથી જીતી બીજી T20I મેચ, સિરીઝમાં મેળવી 1-0ની લીડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20I સિરીઝની બીજી મેચ આજે (31 ઓક્ટોબર) મેલબર્નમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયા એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બિલકુલ યોગ્ય રહ્યો, કારણ કે ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં પૂરી 20 ઓવર પણ ન રમી શકી અને માત્ર 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર બેટિંગ કરતા 126 રનનો ટાર્ગેટ 13.2 ઓવરમાં ચેઝ કરી લીધો. આ સાથે ઓસ્ટ્રેલિયા એ બીજી મેચ 4 વિકેટે જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચેની પહેલી મેચ વરસાદના કારણે પૂર્ણ નહતી થઈ શકી.
પહેલા બેટિંગ કરતા, ભારતે અભિષેક શર્માના 68 રનની મદદથી કુલ 125 રન બનાવ્યા. હર્ષિત રાણાએ પણ 35 રનનું યોગદાન આપ્યું. જ્યારે અન્ય કોઈ ભારતીય બેટ્સમેન બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. ઓસ્ટ્રેલિયા માટે હેઝલવુડે શાનદાર બોલિંગ કરો. તેણે 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે બાર્ટલેટ અને એલિસે 2-2 વિકેટ લીધી.
ટાર્ગેટ ચેઝ કરતા, મિચેલ માર્શ અને ટ્રેવિસ હેડે ઝડપી શરૂઆત કરી. માર્શે 46 અને હેડે 28 રન બનાવ્યા. ભારત માટે વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ 2-2 વિકેટ લીધી. બુમરાહે એક જ ઓવરમાં બે વિકેટ લીધી, પરંતુ ત્યાં સુધીમાં મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ હતી.
ભારત 17 વર્ષ પછી મેલબર્નમાં હાર્યું
ટીમ ઈન્ડિયાનો મેલબર્નમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે અહીં છેલ્લા પાંચ T20I મેચમાંથી ચાર જીતી અને એક હારી હતી. મેલબર્નમાં ભારતની એકમાત્ર હાર 2008માં આવી હતી. જોકે, હવે 17 વર્ષ બાદ મેલબર્નમાં ભારતનો જીતનો સિલસિલો તૂટી ગયો છે.

