Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Jemimah Rodrigues got emotional after India won semifinal

VIDEO / 'હું દરરોજ રડતી હતી, મારા માતા-પિતા...', ભારતને ફાઈનલમાં પહોંચાડ્યા બાદ ભાવુક થઈ જેમિમા રોડ્રિગ્સ

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / 'હું દરરોજ રડતી હતી, મારા માતા-પિતા...', ભારતને ફાઈનલમાં પહોંચાડ્યા બાદ ભાવુક થઈ જેમિમા રોડ્રિગ્સ
સોર્સ : GSTV

ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયન વિમેન્સ ક્રિકેટ ટીમ સામે થયો હતો. આ મેચમાં, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ ઐતિહાસિક જીતની હીરો જેમિમા રોડ્રિગ્સ પ્રેસ સાથે વાત કરતી વખતે વખતે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. વધુમાં, તેણે તેની માનસિક સ્થિતિ વિશે એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો.

App Store

જેમીમા રોડ્રિગ્સે એક મોટો ખુલાસો કર્યો

વર્લ્ડ કપ 2025માં જેમિમાની શરૂઆત ખરાબ રહી હતી. આના કારણે તેના પર ઘણું પ્રેશર પણ હતું. જેના કારણે તે ખૂબ રોતી હતી અને માનસિક રીતે પણ ઠીક નહતી. મેચ પછી આ વિશે બોલતા, જેમિમાએ કહ્યું, "હું આ પ્રવાસમાં લગભગ દરરોજ રડતી હતી. હું માનસિક રીતે ઠીક નહતી, એન્ગઝાઈટી સાથે સંઘર્ષ કરી રહી હતી. પણ મને ખબર હતી કે મારે મેદાન પર ઉતરવું પડશે, અને ભગવાને બધું સંભાળી લીધું. શરૂઆતમાં, હું ફક્ત રમી રહી હતી અને સતત મારી જાત સાથે વાત કરતી. અંતે, હું બાઇબલનો એક સ્ક્રીપ્ચર વારંવાર કહેતી રહી - 'શાંત રહો, અને ભગવાન તમારા માટે લડશે.' હું ત્યાં ઉભી રહી, અને તેઓ મારા માટે લડ્યા."

જેમિમા તેના પરિવારને મળ્યા પછી ભાવુક થઈ ગઈ

મેચ પછી જ્યારે જેમિમા રોડ્રિગ્ઝ તેના પરિવારને મળી ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. આ મુશ્કેલ સમયમાં તેના પરિવારની ભૂમિકા વિશે વાત કરતા, જેમિમાએ કહ્યું, "સૌ પ્રથમ, હું ભગવાનનો આભાર માનવા માંગુ છું કારણ કે હું એકલી આ નહતી કરી શકતી. હું જાણું છું કે તેમણે મને આ મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી છે. હું મારા માતા, પિતા, કોચ અને આ સમય દરમિયાન મારામાં વિશ્વાસ રાખનારા દરેકનો આભાર માનવા માંગુ છું. છેલ્લા ચાર મહિના ખરેખર મુશ્કેલ રહ્યા છે, પરંતુ તે એક સ્વપ્ન જેવું લાગે છે અને હજુ સુધી સંપૂર્ણપણે સાકાર નથી થયું."