Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Rishabh Pant wore Virat Kohli jersey no 18 in his comeback match

VIDEO / 17 નહીં વિરાટ કોહલીના 18 નંબરની જર્સી પહેરીને રિષભ પંતે કરી વાપસી, સ્ટમ્પ માઈકમાં કેદ થઈ આ વાત

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / 17 નહીં વિરાટ કોહલીના 18 નંબરની જર્સી પહેરીને રિષભ પંતે કરી વાપસી, સ્ટમ્પ માઈકમાં કેદ થઈ આ વાત
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે ગુરુવારે સાઉથ આફ્રિકા-A સામેની અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં નેશનલ કમબેક કર્યો છે. પંત ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલીની 18 નંબરની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. ક્રિસ વોક્સનો એક બોલ તેના પગમાં વાગ્યો હતો. આ ઈજામાંથી સ્વસ્થ થયા પછી, પંત હવે ઈન્ડિયા-Aનું નેતૃત્વ કરી રહ્યો છે.

App Store

રિષભ પંતે કોહલીના નંબરની જર્સી પહેરીને વાપસી કરી

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પગમાં ઈજા થયાના ત્રણ મહિના પછી મેદાનમાં પાછો ફર્યો છે. તે વિરાટ કોહલીના 18 નંબરની જર્સી પહેરીને સાઉથ આફ્રિકા સામે અનઓફિશિયલ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ મેચમાં ઈન્ડિયા-A એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

રિષભ પંતે સ્ટમ્પ માઈક પર જે કહ્યું તે વાયરલ થઈ રહ્યું છે

સ્ટાર સ્પોર્ટ્સે તેના ઓફિશિયલ X એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં રિષભ પંત તેના બોલર્સને રિલેક્સ રહી અને બોલિંગ કરવાનું કહેતો જોવા મળે છે. પંત સ્ટમ્પ માઈક પર કહેતો સાંભળી શકાય છે, "ઓફ-સાઈડ પર વધુ ફિલ્ડર્સ નથી, બોલિંગ કરતા રહો. થોડો સમય ડંડા પર બોલિંગ કરો કોઈ સમસ્યા નથી. તેને રમવા દો. ઠીક છે, ઠીક છે, તણાવમાં ન આવો, આરામથી બોલિંગ કરો. શાબાશ, લય શોધવાનો પ્રયાસ કરો, તે એક કે બે ઓવરમાં આવશે, ચિંતા કન કરો." બીજી બાજુ, પંત ડાબા હાથના સ્પિનર ​​માનવ સુથારને કહે છે, "અરે ભાઈ, છ બોલ ફેંકીને જુઓ, મજા આવશે."