Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Harmanpreet Kaur's photoshoot with the trophy after the historic win in the semi-final, South Africa's captain was also with her.

સેમિફાઈનલમાં ઐતિહાસિક જીત બાદ હરમનપ્રીત કૌરનું ટ્રોફી સાથે ફોટોશટ, સાઉથ આફ્રિકાની કેપ્ટન પણ હતી સાથે

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સેમિફાઈનલમાં ઐતિહાસિક જીત બાદ હરમનપ્રીત કૌરનું ટ્રોફી સાથે ફોટોશટ, સાઉથ આફ્રિકાની કેપ્ટન પણ હતી સાથે
સોર્સ : GSTV

મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ આવતીકાલે 2 નવેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલા બંને ટીમના મહિલા કેપ્ટને વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતુ. જેની તસવીરો સામે આવી છે. આ ફોટોશૂટ ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે જ કરવામાં આવ્યું છે.

App Store

સેમિફાઇનલમાં ભારતની ઐતિહાસિક જીત

હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 339 રનના લક્ષ્યાંકનો પીછો કરીને વિજય મેળવતા ઇતિહાસ રચ્યો હતો. મહિલા વનડે ઇતિહાસમાં આ સૌથી મોટો રન ચેઝ હતો. સાત વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને, ભારતીય મહિલા ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે, જ્યારે દક્ષિણ આફ્રિકા પહેલી વાર ફાઇનલમાં રમશે.

ડીવાય પાટિલ સ્ટેડિયમ પીચ રિપોર્ટ

ડીવાય પાટિલ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકૂળ છે, તેથી ફાઇનલ મેચ હાઇ-સ્કોરિંગ મેચ બની શકે છે. અહીં સ્પિનરોને ફાસ્ટ બોલરો કરતાં વધુ સહાય મળી શકે છે. ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, કારણ કે વરસાદની પણ અપેક્ષા છે. અહીં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 220 છે. હવામાનની વાત કરીએ તો, રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ વરસાદની 25 ટકા શક્યતા છે. દરમિયાન 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.