Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Football legend Lionel Messi will not come to Ahmedabad

અમદાવાદ નહીં આવે ફૂટબોલ લેજન્ડ લિયોનેલ મેસ્સી,આ કારણે લીધો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ નહીં આવે ફૂટબોલ લેજન્ડ લિયોનેલ મેસ્સી,આ કારણે લીધો નિર્ણય
સોર્સ : GSTV

આર્જેન્ટીનાની વર્લ્ડકપ વિજેતા ટીમના સુપરસ્ટાર કેપ્ટન અને ફૂટબોલ લેજન્ડ મેસ્સીને નજરોનજર જોવાની ગુજરાતના ચાહરોની આશાને ફટકો પડ્યો છે. દિગ્ગજ ફૂટબોલરના ભારત પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમાંથી અમદાવાદની બાદબાકી કરવામાં આવી છે.

App Store

મેસ્સી અમદાવાદ નહીં આવે

આયોજકોએ જાહેરાત કરી છે કે મેસ્સી હવે અમદાવાદના બદલે હૈદરાબાદની મુલાકાત લેશે. મેસ્સીના ભારત પ્રવાસ કાર્યક્રમના આયોજક સતાદ્રુ દુત્તાએ કહ્યું કે, મેસ્સીની આર્જેન્ટીનાની ટીમ કેરળમાં ફ્રેન્ડલી મેચ રમવાની હતી, જે આયોજન રદ થયું છે. આ કારણે અમે દક્ષિણ ભારતના એક શહેર તરીકે હૈદરાબાદને આ પ્રવાસ કાર્યક્રમમાં સમાવી લીધું છે. જ્યારે મેસ્સી હવે અમદાવાદ જવાનો નથી. અમદાવાદમાં યોજાનારી પ્રાયોજકોની ઇવેન્ટ હવે મુંબઇમાં યોજવાનું નક્કી કર્યું છે.

ફૂટબોલ લિજેન્ડનો ભારત પ્રવાસ

નવા કાર્યક્રમ અનુસાર મેસ્સી 12મી ડિસેમ્બરે મધરાતે કે 13મી ડિસેમ્બરની પરોઢે માયામીથી દુબઇ થઇને કોલકાતા પહોંચશે. જ્યાં કોન્સર્ટ-ફ્રેન્ડલી ફૂટબોલ મેચ જેવા કાર્યક્રમો બાદ તે સાંજે હૈદરાબાદ પહોંચશે ત્યારબાદ 14મી ડિસેમ્બરે મુંબઇમાં કોન્સર્ટ-ફ્રેન્ડલી ફૂટબોલ મેચ યોજાશે અને તે પછી 15મી ડિસેમ્બરે દિલ્હીમાં કાર્યક્રમમાં ભાગ લેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ વિદાય લેશે.