IND-W vs SA-W Final: ભારતે આપ્યો 299 રનનો ટાર્ગેટ, આ ખેલાડીઓની અડધી સદીએ ઉભો કર્યો આ સ્કોર
મહિલા ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્ર

મહિલા ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. દરમિયાન નવી મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ભારતે પહેલા બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવી લીધા છે. આમ, ભારતે સાઉથ આફ્રિકાને 299 રનનો ટાર્ગેટ આપ્યો છે.
આજે ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 45, સેફાલી શર્માએ 87, દિપ્તી શર્માએ 58 અને રિચા ઘોષે 34 રન બનાવ્યા હતા. સ્મૃતિ તેની અડધી સદી તો સેફાલી તેની સદી બનાવવાથી આજે ચૂકી ગઈ હતી. આમ, દિપ્તિ શર્મા અને સેફાલી શર્માની અડધી સદી પૂરી થઈ હતી.
મિડલ ઓવરોમાં ધીમી ગતિને કારણે ટીમ ઈન્ડિયા 300 રન સુધી પહોંચી ના શકી. છેલ્લી પાંચ ઓવરોમાં ભારતીય ખેલાડીઓએ માત્ર 36 રન બનાવ્યા અને બે વિકેટ ગુમાવી દીધી હતી.






