IND vs AUS 3rd T20: આ ખેલાડીએ ભારતના ખોળામાં નાંખી મેચ, હવે સિરીઝ 1-1થી બરાબર

IND vs AUS વચ્ચેની ત્રીજી T20 મેચ રોમાંચક રહી, જેમાં વોશિંગ્ટન સુંદર આ મેચનો મુખ્ય હિરો રહ્યો. અભિષેક, ગિલ અને સૂર્યકુમાર બાદ આ ખેલાડીએ ભારતની મેચ જીતવાની આશા જીવંત રાખી હતી. આમ, ભારત આ મેચ 5 વિકેટથી જીત્યું હતુ. હવે આ 5 T-20 મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં શરૂઆત તો સારી રહી પણ પછી વિકેટો પડતા એક સમયે આ મેચ ઓસ્ટ્રેલિયાના હાથમાં ગઈ હતી પણ અંતે વોશિંગ્ટન સુંદરની શાનદાર ઈનિંગને કારણે ભારતને આ મેચમાં જીત મળી હતી.
આવી હતી ભારતની બેટિંગ
અભિષેક શર્મા 25, ગિલ 15 અને સૂર્યકુમાર યાદવ 24 રન બનાવી આઉટ થઈ ગયા હતા. પછી અક્ષર પટેલ 17 રન અને તિલક વર્મા 29 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. અંતે વોશિંગ્ટન સુંદર અડધી સદી ફટકારવાથી ચૂક્યો અને તેણે 49 રન બનાવ્યા હતા. તો જીતેશ શર્માએ વિનિંગ ચોગ્ગો ફટકારીને પોતાના 22 રન પૂરા કર્યા હતા. આખરે ભારતે 5 વિકેટ ગુમાવીને 9 બોલ બાકી રહેતા 18.3 ઓવરમાં આ રન ચેઝ કર્યો હતો. અને હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડતા આ ઐતિહાસિક રન ચેઝ નોંધાવ્યો હતો.

