Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND W vs SA W Final: South Africa wins the toss, India will bat first

IND W vs SA W Final: સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો, ભારત પહેલા બેટિંગ કરશે

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND W vs SA W Final: સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો, ભારત પહેલા બેટિંગ કરશે
સોર્સ : GSTV

આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે એક મોટો અને મહત્વનો દિવસ છે, કેમ કે તે આજે કરોડો ભારતીય ક્રિકેટ ફેન્સને વર્લ્ડ કપની ભેટ આપી શકે છે. આજે મહિલા વનડે વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. જેમાં ટોસ જીતીને સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

App Store

વરસાદને કારણે આ ટોસ પહેલા 2.30ના સ્થાને બપોરે 3.00 કલાકે થવાનો હતો, પણ વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો. હવે ટોસ 4.30 પછી થયો છે, તેથી આ મેચ સાંજે 5 કલાકે શરૂ થશે. નોંધનીય છે કે, મહિલા વનડે વર્લ્ડ કપના 25 વર્ષના ઈતિહાસમાં આજે નવી ચેમ્પિનય ટીમ મળશે.

બંને ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી

ભારતની પ્લેઈંગ ઈલેવન: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર.

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: લૌરા વોલ્વાર્ડ (કેપ્ટન), તાઝમીન બ્રિટ્સ, એનેકે બોશ, સુને લુસ, મેરિઝાન કપ્પ, સિનાલો જાફ્તા (વિકેટકીપર), એનેરી ડર્કસેન, ક્લો ટ્રાયોન, નાદીન ડી ક્લાર્ક, અયાબોંગા ખાકા, નોનકુલુલેકો મ્લાબા