IND vs AUS 3rd T20: ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો 187 રનનો ટાર્ગેટ, ડેવિડ અને સ્ટોયનિસે ફટકારી અડધી સદી

IND vs AUS વચ્ચેની ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 187 રનનો ટાર્ગેટ આપ્યો છે. કેમ કે એક સમયે મેચમાં ભારતનું પ્રભત્વ જોવા મળ્યું હતુ તો બીજી તરફ અંતિમ ઓવરોમાં ઓસ્ટ્રેલિયાના બેટર્સ સારું રમી ગયા. ઓસ્ટ્રેલિયા તરફથી ટિમ ડેવિડે સૌથી વધુ 74 રનની શાનદાર ઈનિંગ રમી હતી, તો સ્ટોયનિસે પણ અડધી સદી પૂરી કરી 64 રન બનાવ્યા હતા. આમ, ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા.
અર્શદીપ સ્ટાર બોલર રહ્યો
ભારત તરફથી સૌથી વધારે 3 વિકેટ અર્શદીપે લીધી હતી. તેણે શરૂઆતમાં જ 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવર નાંખી હતી, જેમાં તેણે 35 રન આપીને આ 3 વિકેટ મેળવી હતી. તો 2 વિકેટ વરુણ અને 1 વિકેટ શિવમ દુબેના ખાતામાં ગઈ હતી.
ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 1-0થી પાછળ છે. આ સિરીઝ જીતવાની રેસમાં ટકી રહેવા માટે ભારતે આજની મેચ જીતવી જરૂર છે. ભારતીય બોલરોએ મજબૂત શરૂઆત કરી, માત્ર 14 રનમાં બે વિકેટ લીધી હતી. તો આવું જ કોઈ કારનામું ભારતના ઓપનર્સ બેટર્સે પણ કરવાની જરૂર રહેશે, ભારતને શરૂઆતની ઓવરોમાં જ વધુ રન બનાવવાની જરૂરિયાત રહેશે.

