મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs WI T20 WC: ભારતે ટોસ જીતી ફિલ્ડિંગનો લીધો નિર્ણય, આજે હારનારી ટીમને મળશે ફટકો

ICC મેન્સ T20 વર્લ્ડ કપનો 52મો મુકાબલો આજે (1 માર્ચ) ભારત અ

IND vs WI T20 WC: ભારતે ટોસ જીતી ફિલ્ડિંગનો લીધો નિર્ણય, આજે હારનારી ટીમને મળશે ફટકો

ICC મેન્સ T20 વર્લ્ડ કપનો 52મો મુકાબલો આજે (1 માર્ચ) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી સુપર-8ની આ ટક્કર બંને ટીમો માટે ક્વાર્ટર ફાઈનલ જેવી છે. કારણ કે આ મેચમાં જે જીતશે તે સેમિ ફાઈનલમાં પહોંચી જશે. હારનારી ટીમ માટે વર્લ્ડ કપ 2026ની સફર અહીં જ પૂર્ણ થઈ જશે.

સુપર 8 ગ્રુપ 1 ની આ મેચ હારનાર ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. વિજેતા ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. દક્ષિણ આફ્રિકા આ ​​ગ્રુપમાંથી સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ ગ્રુપ 2 માંથી સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. જોકે, વેસ્ટ ઇન્ડીઝ સામે ટીમ ઈન્ડિયાનો T20 વર્લ્ડ કપ મેચોનો ઇતિહાસ ખાસ સુખદ રહ્યો નથી. બંને ટીમો અત્યાર સુધી ચાર T20 વર્લ્ડ કપ મેચ રમી છે, જેમાં ભારત ફક્ત એક જ વાર જીત્યું છે.

ભારતે ટોસ જીતી બોલિંગ લીધી

આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત (પ્લેઈંગ ઈલેવન)

સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

વેસ્ટ ઈન્ડિઝ (પ્લેઈંગ ઈલેવન)

શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, મેથ્યૂ ફોર્ડ, અકીલ હોસેન, ગુડાકેશ મોટી, શમર જોસેફ.

 

આ સમાચાર શેર કરો