મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs WI બીજી ટેસ્ટ: પહેલા દિવસની રમત પૂરી, આ બે ખેલાડી રહ્યા મુખ્ય હિરો

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેન

IND vs WI બીજી ટેસ્ટ: પહેલા દિવસની રમત પૂરી, આ બે ખેલાડી રહ્યા મુખ્ય હિરો

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો આજે પ્રથમ દિવસ હતો, જે સમાપ્ત થયો છે. રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 318 રન બનાવ્યા હતા. આજે સંપૂર્ણ 90 ઓવર રમાઈ હતી.

આવી રહી ભારતની સ્થિતિ

યશસ્વી જયસ્વાલ 173 અને કેપ્ટન શુભમન ગિલ 20 રન બનાવીને અણનમ રહ્યા હતા. સાઈ સુદર્શન 87 રન બનાવીને આઉટ થયો હતો અને તે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ચૂકી ગયો હતો. આ સાથે કેએલ રાહુલે 38 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોમેલ વોરિકને ભારતની બંને વિકેટ લીધી હતી.

પહેલા દિવસે ભારતનો સ્કોર 300ને પાર

બીજી ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 300ને પાર થઈ ચૂક્યો હતો. આજે ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ટોસ સમયે ગિલે જણાવ્યું હતું કે પીચ બેટિંગ માટે સારી દેખાઈ રહી હતી. જે રમતના અંતે સાયું સાબિત થયું. ભારતે આજે તેની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહતો.

ભારતની પ્લેઈંગ 11

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

આ સમાચાર શેર કરો