હાર્દિક પંડ્યા ફરી પડ્યો પ્રેમમાં? આ મોડેલને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા

Hardik Pandya Spotted With Rumoured Girlfriend: ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટ પીચ પર તો દર્શકોને દિવાના કરી જ દે છે. પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. હાર્દિકના નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન થયા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ન ચાલ્યો અને બંનેના ડિવોર્સ થઈ ગયા. ત્યારબાદ ક્રિકેટરનું નામ એક્ટ્રેસ-મોડેલ જાસ્મીન વાલિયા સાથે જોડાયું. બંનેએ એક-બીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા તેવી પણ વાતો હતી, પરંતુ તે રિલેશન પણ લાંબો સમય ન ચાલ્યું. ત્યારે હવે ક્રિકેટર ફરી પ્રેમમાં પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાર્દિક પંડ્યા હાલમાં મોડેલ માહિકા શર્માને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
ત્યારે હવે તાજેતરમાં જ હાર્દિક પંડ્યા કથિત 'ગર્લફ્રેન્ડ' માહિકા શર્મા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાં ક્રિકેટરનો કૂલ અંદાજ તો દેખાયો જ, પરંતુ આ સાથે જ એક પઝેસિવ સાઈડ પણ નજર આવી. હાર્દિક પોતાની પીળી લેમ્બોર્ગિની ઉરુસમાંથી ઉતર્યો અને ત્યારબાદ તેણે માહિકા તરફ જોયું અને તેને એરપોર્ટ તરફ ગાઈડ કરી. બંને બ્લેક આઉટફિટમાં ટ્યૂનિંગ કરતા નજર આવ્યા. આ પહેલી વાર છે જ્યારે હાર્દિક અને માહિકા પબ્લિકલી સ્પોટ થયા છે. બંનેનું રિલેશન થોડા સમય પહેલા જ શરૂ થયું. ચાહકોએ આ અગાઉ ઘણી વખત ક્રિકેટરને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્પોટ કરી ચૂક્યા છે.

