Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : hardik pandya rumored girlfriend mahika sharma

ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાયું આ એક્ટ્રેસનું નામ, સોશિયલ મીડિયા સેન્સેશન બની

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2025
લાઇવ ટીવીGoogle News
ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાયું આ એક્ટ્રેસનું નામ, સોશિયલ મીડિયા સેન્સેશન બની
સોર્સ : GSTV

નતાશા સ્ટેંકોવિક સાથે છૂટાછેડા અને જૈસ્મીન વાલિયા સાથે બ્રેકઅપ બાદ હવે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનું નામ એક્ટ્રેસ અને મૉડલ માહિકા શર્મા સાથે જોડાયું છે. બન્નેના અફેરના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.કોણ છે આ હસીના તેના વિશે જાણીયે...

App Store

કોણ છે માહિકા શર્મા?

હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એક એક્ટ્રેસ અને મૉડલ છે જે કેટલીક મોટી બ્રાન્ડ્સ સાથે કામ કરી ચુકી છે.હસીનાએ કેટલાક મ્યુઝિક વીડિયો સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય માહિકા કેટલીક બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટમાં પણ જોવા મળી ચુકી છે. 

આટલું જ નહીં મનીષ મલ્હોત્રા અને અનિતા ડોંગરે જેવા મોટા ડિઝાઇનર્સ માટે રેમ્પ વૉક પણ કર્યો છે પરંતુ તે એક્ટ્રેસ-મૉડલ પોતાના પ્રોફેશનલ લાઇફ કરતા વધુ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે.સોશિયલ મીડિયા પર તે એકથી એક તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ એક્ટ્રેસની ફેશન સેન્સ અને સ્ટાઇલને ઘણા પસંદ કરે છે.

હાર્દિક પંડ્યા સાથે ડેટિંગની અફવા

માહિકા શર્મા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા સાથે ડેટિંગના સમાચારને લઇને ચર્ચામાં છે. બન્નેની ડેટિંગ અફવા રેડિટ થ્રેટ પર કરવામાં આવેલી એક પોસ્ટ બાદ શરૂ થઇ છે. આ પોસ્ટમાં જોવા મળ્યું કે માહિકા એક સેલ્ફી લઇ રહી છે અને તસવીરમાં પાછળ જે શેડો બની રહ્યો છે તે હાર્દિક પંડ્યા જેવો લાગી રહ્યો છે.

આ સિવાય ફેન્સે તેની એક પોસ્ટ નોટિસ કરી જ્યા તેણે હાર્દિક પંડયાના જર્સી નંબર 333થી જોડાયેલી એક પોસ્ટ શેર કરી હતી. તે બાદ બન્નેના ડેટિંગના સમાચાર આગની જેમ ફેલાઇ ગયા હતા. માહિકા શર્મા અને હાર્દિક પંડ્યા એક બીજાને ઇંસ્ટાગ્રામ પર ફૉલો પણ કરે છે.

એક્ટ્રેસની લેટેસ્ટ ઇંસ્ટાગ્રામ સ્ટોરીઝથી આ વાતની ખબર પડે છે કે તે હાર્દિક પંડ્યા સાથે દુબઇમાં છે. આ સમયે દુબઇમાં એશિયા કપ રમાઇ રહ્યો છે અને હાર્દિક પંડ્યા ટીમ સાથે યુએઇમાં જ છે.

આ સિવાય બન્નેએ એક બીજાની કેટલીક પોસ્ટને લાઇક્સ પણ કરી છે જેને કારણે ડેટિંગના સમાચારને વેગ મળ્યો હતો. માહિકા શર્મા હાર્દિક પંડ્યા સાથે ડેટિંગના સમાચારને લઇને લાઇમલાઇટમાં છે.જોકે, હજુ સુધી હાર્દિક પંડ્યા કે માહિકા શર્માની ડેટિંગની અફવાઓને લઇને કોઇ પૃષ્ટી કરી નથી.

રિપોર્ટ્સ અનુસાર 2024માં ઇન્ડિયન ફેશન એવોર્ડ્સમાં મૉડલ ઓફ ધ યર (ન્યૂ એજ)થી સન્માનિત કરવામાં આવી હતી અને ફેશન મેગેઝિન એલે વ ગ્રાજિયાએ તેણે ઉભરતી ફેશન આઇકોનના રૂપમાં રજૂ કરી હતી.

હાર્દિક પંડ્યાનું નામ જાસ્મિન વાલિયા સાથે પણ જોડાયું હતું

અહેવાલો અનુસાર, નતાશાથી અલગ થયા પછી હાર્દિક પંડ્યાનું નામ યુકેની ગાયિકા જાસ્મિન વાલિયા સાથે પણ જોડાયું હતું. જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે પુષ્ટિ કરી નથી, પરંતુ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જાસ્મિન ઘણી મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે બસમાં મુસાફરી કરતી પણ જોવા મળી હતી જેમાં ફક્ત ક્રિકેટરો અને તેમના પરિવારોને જ મંજૂરી હોય છે.