Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Suryakumar Yadav dropped from the team

ટીમમાંથી બહાર થયો સૂર્યકુમાર યાદવ, આ સ્ટાર ખેલાડી ફરી એકવાર બન્યો કેપ્ટન

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ટીમમાંથી બહાર થયો સૂર્યકુમાર યાદવ, આ સ્ટાર ખેલાડી ફરી એકવાર બન્યો કેપ્ટન
સોર્સ : GSTV

ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેનું બેટ ઘણા સમયથી શાંત છે. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 જીત્યો હતો, પરંતુ સૂર્યકુમાર પોતે નોંધપાત્ર યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યો હતો. પરિણામે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા તેના ફોર્મ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે, એવું લાગે છે કે તેમનું ખરાબ ફોર્મ સ્થાનિક સર્કિટ પર પણ અસર કરી રહ્યું છે, કારણ કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ નવી રણજી ટ્રોફી સિઝનની પ્રથમ મેચ માટે સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરી દીધો છે.

App Store

રણજી ટ્રોફી 2025-26 સિઝન 15 ઓક્ટોબરથી શરૂ થશે, અને તે દિવસે બધી 38 ટીમો તેમની પહેલી મેચ રમશે. રેકોર્ડ 42 વખતની રણજી ચેમ્પિયન મુંબઈ ગ્રુપ સ્ટેજમાં જમ્મુ અને કાશ્મીર સામે પોતાની પહેલી મેચ રમશે, જેના માટે MCA સિલેકશન કમિટીએ શુક્રવાર, 10 ઓક્ટોબરના રોજ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જોકે, સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. તે ગઈ સિઝનમાં મુંબઈની ટીમનો ભાગ હતો પરંતુ આ વખતે તેની પસંદગી નથી કરવામાં આવી.

35 વર્ષીય સ્ટાર બેટ્સમેનને ટીમમાં શા માટે સામેલ નથી કરવામાં આવ્યો તેનું કારણ નહતું જણાવવામાં આવ્યું, પરંતુ સૂર્યકુમાર યાદવનું વર્તમાન ફોર્મ અને નવા ખેલાડીઓને તક આપવાની ઈચ્છા આ નિર્ણય પાછળના કારણો હોવાનું જણાય છે. આ સિવાય સૂર્યા 20મી તારીખ પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. તેથી, શક્ય છે કે તેને આરામ આપવામાં આવ્યો હોય. જોકે, આ મેચ 15થી 18મી ઓક્ટોબર દરમિયાન રમાનારી છે. જો સૂર્યા આ મેચમાં રમ્યો હોત, તો તે ઓસ્ટ્રેલિયા જતા પહેલા થોડી મેચ પ્રેક્ટિસ કરી શક્યો હોત.

શાર્દુલ મુંબઈનો કેપ્ટન બન્યો

મુંબઈની ટીમની વાત કરીએ તો, કેપ્ટનશિપમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગત સિઝનના કેપ્ટન અજિંક્ય રહાણેએ આ સિઝન શરૂ થાય તે પહેલાં જ આ જવાબદારી છોડવાનો નિર્ણય લીધો હતો. તેથી, અનુભવી ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ફરી એકવાર કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે, રહાણે ટીમમાં યથાવત છે. ટૂંકા ફોર્મેટમાં વિસ્ફોટક પ્રદર્શન કરનારા અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે T20 ટીમમાં પસંદગી પામેલા શિવમ દુબેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પહેલી મેચ માટે મુંબઈની ટીમ

શાર્દુલ ઠાકુર (કેપ્ટન), આયુષ મ્હાત્રે, આકાશ આનંદ (વિકેટકીપર), અજિંક્ય રહાણે, સિદ્ધેશ લાડ, શિવમ દુબે, સરફરાઝ ખાન, શમ્સ મુલાની, તનુષ કોટિયન, તુષાર દેશપાંડે, સિલ્વેસ્ટર ડિસૂઝા, હાર્દિક ટમોર (વિકેટકીપર), ઈરફાન ઉમૈર, મુશીર ખાન, અખિલ હેરવાડકર, રોયસ્ટન ડાયસ.