મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA મહિલા વર્લ્ડકપ ફાઈનલ: વરસાદને કારણે હજી ટોસ થયો નથી, આ મેચ માટે છે રિઝર્વ ડે

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ

IND vs SA મહિલા વર્લ્ડકપ ફાઈનલ: વરસાદને કારણે હજી ટોસ થયો નથી, આ મેચ માટે છે રિઝર્વ ડે

મહિલા વર્લ્ડકપમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાવાની છે. પણ હજી આ મેચ માટે ટોસ થયો નથી. કારણ કે, નવી મુંબઈમાં વરસાદ વરસી રહ્યો છે. પહેલા બપોરે 2.30 અને પછી 3.00 કલાકે પણ ટોસ થયો નથી. સૌ કોઈ આ મેચની રાહ જોઈ રહ્યા છે, કેમ કે ભારત આ મેચ જીતીને ઈતિહાસ રચવા તૈયાર છે. જો કે, આ ફાઈનલ માટે આજે 2 કલાકનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે તેમજ આવતીકાલનો રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.

ભારતીય મહિલા ક્રિકેટની સ્કવોડ:

શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોત કૌર, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રીગ્સ, દિપ્તી શર્મા, ઋચા ઘોષ, ઉમા છેત્રી, રાધા યાદવ, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, સ્નેહ રાણા, અરુંધતી રેડ્ડી, હરલીન દેઓલ

આ રહ્યો છે મહિલા વર્લ્ડકપનો ઇતિહાસ

ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બાદ આજે એક નવી ટીમ ચેમ્પિયન બનશે. ભારતીય ટીમ વર્ષ 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચી હતી પણ સફળ નહોતી થઈ શકી. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી છે. 2005ની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 98 રને મ્હાત આપી હતી. જ્યારે 2017ની ફાઈનલ મેચમાં ભારતને ઈંગ્લેન્ડ સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

મહિલા વર્લ્ડમાં ક્યારે કઈ ટીમ બની વિજેતા?  

આ સમાચાર શેર કરો