IND vs SA: મેન ઈન બ્લુ ટીમે ઘરઆંગણે સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, ત્રીજી વનડે જીતતા ભારતના નામે થઈ આ સીરિઝ
ભારત અને સાઉથ આફ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI સીરિઝ ભારત 2-1થી જીતી ગયું છે. આ સીરિઝની અંતિમ મેચ આજે રમાઈ હતી. જેમાં ભારત 9 વિકેટથી આ મેચ જીતી ગયું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ માત્ર એક વિકેટ ગુમાવીને 39.5 ઓવરમાં જ પોતાના નામે કરી હતી. હજી આ મેચમાં 61 બોલ રમવાના બાકી રહ્યા હતા. આ મેચમાં રોહિતે 75 રન બનાવ્યા હતા. જયસ્વાલે 116 અને વિરાટે 65 રનની અણનમ ઈનિંગ રમી હતી.
વિરાટ કોહલીએ વિજયી બાઉન્ડ્રી ફટકારી
લુંગી ન્ગીડી દ્વારા ફેંકાયેલી 40મી ઓવરના પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલે ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ બીજા બોલ પર એક સિંગલ ફટકાર્યો. વિરાટ કોહલીએ ઓવરના ચોથા અને પાંચમા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો. ભારતે આ નિર્ણાયક મેચ 9 વિકેટથી જીતી લીધી.
વિરાટ કોહલીની અડધી સદી
કોહલીએ આજની મેચની 39મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. કોહલીએ 40 બોલમાં આ સિદ્ધિ મેળવી. કોહલીએ પોતાની અડધી સદી દરમિયાન બે છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ તેણે મેચનો ત્રીજો છગ્ગો ફટકાર્યો હતો.
યશસ્વી જયસ્વાલની પહેલી વનડે સદી
આજની અંતિમ વનડેમાં યશસ્વી જયસ્વાલે પોતાના કરિયરની ચોથી વનડેમાં પહેલી સદી ફટકારી હતી. કોર્બિન બોશ દ્વારા ફેંકાયેલી 36મી ઓવરના બીજા બોલ પર એક સિંગલ ફટકારીને તેણે પોતાની સદી પૂરી કરી હતી. તેણે 11 બોલમાં એક સિક્સર અને 10 ચોગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.
રોહિત શર્માની પણ ફિફ્ટી આવી હતી
રોહિત શર્માએ આજની મેચમાં 20મી ઓવરના ત્રીજા બોલ પર એક સિંગલ ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 54 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. પછી તે 75 રન બનાવી આઉટ થઈ ગયો હતો, જે આજના મેચની ભારતની પહેલી અને અંતિમ વિકેટ જ હતી. કેમ કે, પછી ભારતની કોઈ પણ વિકેટ સાઉથ આફ્રિકાના બોલર્સને મળી ન હતી.







