IND vs SA / T20I સિરીઝ પહેલા શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ થયો, આ તારીખે કરશે મેદાન પર વાપસી

શુભમન ગિલ સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને પહેલી ટેસ્ટમાં ગરદનમાં દુખાવો થયો હતો અને તે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. તેને ODI સિરીઝ માટે પણ પસંદ નહતો કરવામાં આવ્યો અને કેએલ રાહુલે ટીમની જવાબદારી સંભાળી હતી. હવે શુભમન ગિલ તેની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે અને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં પાછો ફરે તેવી અપેક્ષા છે. તે 9 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20I મેચમાં રમશે તેવી અપેક્ષા છે.
શુભમન ગિલ ફિટ છે
શુભમન ગિલને પહેલી ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે અચાનક ગરદનમાં દુખાવો થવા લાગ્યો હતો અને આ પછી તે બેટિંગ નહતો કરી શક્યો. ડોક્ટર્સે તેને ફ્લાઈટમાં ન બેસવાની સલાહ આપી હતી. તેણે મુંબઈમાં તેની ઈજાની પાસ કરાવી હતી. થોડા દિવસો પહેલા શુભમન ગિલ રિકવરી માટે બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગયો હતો. એવી આશા હતી કે તે T20I સિરીઝ પહેલા ફિટ થઈ જશે. આ કારણે તેને સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝ માટે ભારતની સ્કવોડમાં સ્થાન મળ્યું. હવે સમાચાર આવી રહ્યા છે કે ગિલ સંપૂર્ણપણે ફિટ છે અને મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે.
શું ગિલને પ્રથમ T20Iમાં સ્થાન મળશે?
શુભમન ગિલને હવે રમવા માટે મંજૂરી મળી ગઈ છે. તેથી તેને મેદાનથી દૂર રાખવાનો કોઈ અર્થ નથી. પ્રથમ T20I 9 ડિસેમ્બરે કટકમાં યોજાવાની છે અને શુભમન ગિલ આ મેચમાં ભાગ લઈ શકે છે. તે T20Iમાં અભિષેક શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે. હવે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20I માટે મેદાનમાં પાછા ફરીને ઘણા રન બનાવી શકે છે અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી શકે છે.
T20 સિરીઝ માટે ભારતની સ્કવોડ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર.

