IND vs SA / આજે સુપર-8માં ભારત-સાઉથ આફ્રિકાની ટક્કર, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન

T20 વર્લ્ડ કપ 2026માં ભારત તેની પ્રથમ સુપર-8 મેચ સાઉથ આફ્રિકા સામે રમશે. બંને ટીમો હજુ સુધી આ વર્લ્ડ કપમાં એક પણ મેચ નથી હારી. ટીમ ઈન્ડિયા ગ્રુપ-Aમાં ટોચ પર રહી હતી, જ્યારે સાઉથ આફ્રિકાએ ગ્રુપ-Dમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ બંને ટીમો T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં પણ ટકરાઈ હતી, જ્યાં ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. આ વર્લ્ડ કપમાં હવે સુપર-8નો પડકાર છે. ચાલો તમને આ મેચ વિશેની દરેક વિગતો જણાવીએ.
લાઈવ સ્ટ્રીમિંગ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુપર-8ની મેચ રવિવાર, 22 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.
આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 6:30 વાગ્યે થશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ પર જોવા મળશે.
પિચ કેવી રહેશે?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ હોય છે. વર્તમાન વર્લ્ડ કપમાં અહીં ત્રણ મેચ રમાઈ છે અને છ ઈનિંગ્સમાં ફક્ત એક જ વાર કોઈ ટીમે 170થી ઓછા રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જે સુપર ઓવરમાં ગઈ હતી, તે આ જ મેદાન પર રમાઈ હતી. ભારત-સાઉથ આફ્રિકાની મેચમાં પણ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થઈ શકે છે.
હવામાન પરિસ્થિતિઓ
વર્લ્ડ કપમાં પહેલી સુપર-8 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં એક પણ બોલ નહતો ફેંકાઈ શક્યો. જોકે, અમદાવાદમાં હવામાન વિપરીત રહેવાની ધારણા છે. દિવસનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત: અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.
સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક, એડન માર્કરમ (કેપ્ટન), રિયન રિકેલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, માર્કો યાનસન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુંગી નગિડી.

