ICC T20 WC: સુપર 8ની પહેલી મેચ વરસાદને ભેટે ચડી, ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચ રદ

સોર્સ : GSTV
ICC ટી20 વર્લ્ડકપમાં આજથી જ સુપર 8 મુકાબલો શરૂ થયો છે, પરંતુ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી મેચ વરસાદને ભેટે ચડી ગઈ. શનિવારે શ્રીલંકાના કોલંબોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો, માત્ર ટોસ થયો હતો. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ વરસાદી વિધ્ન આવી પડતાં મેચ શરૂ જ ન થઈ હતી. તેથી બંને ટીમને એક એક અંક સાથે સંતોષ કરવો પડ્યો છે.
મેચ રદ થતાં હવે બંને ટીમો પર તેની અસર પડશે. હાલ તો ભલે બંનેને એક એક પોઈન્ટ મળ્યો હતો. પણ સુપર 8માં દરેક ટીમને માત્ર 3 મેચ રમવાનો જ મોકો મળે છે. આવી સ્થિતિમાં દરેક ટીમ મેચ જીતી બે પોઈન્ટ મેળવવા માંગતી હોય છે. જો છેલ્લે મામલો ફસાઈ જાય તો વરસાદના કારણે ટીમોને થયેલું પોઈન્ટનું નુકસાન ભારે પડી શકે છે.

