Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : T20 World Cup: 'India will not reach the semi-finals'

T20 વર્લ્ડ કપ: 'ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે'

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપ: 'ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે'
સોર્સ : gstv

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે વિવાદાસ્પદ ભવિષ્યવાણી કરી છે. તાજેતરમાં આમિરે ભારતીય ટીમના સલામી બેટર અભિષેક શર્માને સ્લોગર ગણાવ્યો હતો. આમિરનું માનવું છે કે, અભિષેક માત્ર બેટ ફેરવે છે. અભિષેકનો દિવસ હોવાથી તે મોટી ઈનિંગ્સ રમી શકે છે, પરંતુ ટેક્નિકલ તરીકે વધુ મજબૂત થવાની જરૂર છે. સૂર્યાની ઈર્ષ્યા કરતા પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું કે, 'ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે!'

App Store

સૂર્યાની ઈર્ષ્યા કરતા પાકિસ્તાની ક્રિકેટરે કરી વિવાદાસ્પદ ભવિષ્યવાણી

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં હાલની ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં નેધરલેન્ડ્સને હરાવીને ભારતે ચોથી જીત મેળવી છે અને ટોપ પર રહીને સુપર-8માં પોતાનું સ્થાન બનાવ્યું છે. ટીમ ઈન્ડિયાનો બેટિંગ ઓર્ડર કેટલીક મેચોમાં સંઘર્ષ કરી રહ્યો છે. અભિષેક શર્મા હજુ સુધી પોતાનું ખાતું ખોલી શક્યો નથી અને ત્રણ વખત શૂન્યથી આઉટ થયો છે. મધ્યમ ક્રમ પણ અપેક્ષિત સાતત્ય દર્શાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ પ્રદર્શનના આધારે, આમિરે કહ્યું કે ભારતની બેટિંગ દબાણમાં તૂટી શકે છે.

'ભારત સેમીફાઇનલમાં નહીં પહોંચે!'

મોહમ્મદ આમિરે આખી ભારતીય ટીમના બેટર પર સવાલો ઉઠાવ્યા છે. 'હારના મના હે' શૉમાં વાતચીત દરમિયાન આમિરે કહ્યું કે, 'સુપર-8 તબક્કામાં મેચ વધુ મુશ્કેલ થશે. જે પ્રમાણે સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડીઝ રમી રહ્યું છે, તે કોઈપણ ટીમ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.' જ્યારે ગ્રુપ-1માં સેમીફાઈનલમાં પહોંચનારી ટીમના નામ પૂછ્યા તો આમિરે સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડીઝનું નામ લીધું હતું, જ્યારે ભારત બહાર રહેશે તેમ જણાવ્યું હતું. 

મોહમ્મદ આમિરે કહ્યું, 'જો તમે પાકિસ્તાન સામેની મેચ જુઓ તો, બાકીની બધી મેચોમાં તેમની બેટિંગ સારી રહી નથી. સુપર-8 મેચોમાં દબાણ વધુ વધશે. સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડીઝ જે રીતે રમી રહ્યું છે, તે કોઈપણ ટીમને હરાવી શકે છે.'