T20 વર્લ્ડ કપ 2026ના ભારત-પાકિસ્તાન મેચમાં બન્યો નવો કીર્તિમાન, 2024ની ફાઈનલનો રેકોર્ડ તૂટ્યો

15 ફેબ્રુઆરી, 2026ના રોજ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચે વ્યૂઅરશિપનો રેકોર્ડ બનાવ્યો. T20 વર્લ્ડ કપ 2026ના ઓફિશિયલ ડિજિટલ અને બ્રોડકાસ્ટ પાર્ટનર Jiostarએ માહિતી આપી છે કે આ મેચને 163 મિલિયનની વ્યૂઅરશિપની અવિશ્વસનીય ડિજિટલ પહોંચ મળી.
આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ICC T20 વર્લ્ડ કપની સૌથી વધુ જોવાયેલી મેચ બની ગઈ છે, તેણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલને પાછળ છોડી દીધી છે.
ભારતના પ્રભાવશાળી પ્રદર્શને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 મેચની તુલનામાં ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શકોમાં 56% નો વધારો સુનિશ્ચિત કર્યો.
આ મેચન્વ તમામ સ્ક્રીનો પર મળીને 20 અરબ મિનિટનો વોચ ટાઈમ મળ્યો, જે દર્શકોની જબરદસ્ત ભાગીદારી દર્શાવે છે. આ અગાઉની એડિશનની સરખામણીમાં દર્શકોની સંખ્યામાં 42% નો વધારો દર્શાવે છે, જે મુખ્યત્વે ભારતીય ક્રિકેટ ટીમના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે થયો હતો, જેણે ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેનો રેકોર્ડ 8-1 સુધી વધાર્યો છે.
ભારતની એકતરફી જીત
તમને જણાવી દઈએ કે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જવાબમાં, પાકિસ્તાન 18 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે મેચ 61 રનથી જીતી લીધી અને T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેનો પોતાનો રેકોર્ડ 8-1 કર્યો.

