Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 4 catches and 4 wickets... West Indies player creates history!

4 કેચ અને 4 વિકેટ... T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રચ્યો ઈતિહાસ!

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
4 કેચ અને 4 વિકેટ... T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રચ્યો ઈતિહાસ!
સોર્સ : GSTV

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ ઈતિહાસ રચ્યો છે. વેસ્ટ ઈન્ડિઝે ગુરુવારે(19 ફેબ્રુઆરી) કોલકાતાના ઈડન ગોર્ડન્સમાં રમાયેલી મેચમાં ઈટાલીને 42 રનથી હરાવ્યું છે. આમ, વેસ્ટ ઈન્ડિઝની આ ચોથી જીત છે. ઈટલીની ટીમ T20 વર્લ્ડ કપમાં પહેલી વખત રમવા ઉતરી હતી, જેમાં તેણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે સારું એવું પ્રદર્શન કર્યું. જેમાં T20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર કોઈ ખેલાડીએ 4 કેચ અને 4 વિકેટ લીધી હોવાનું સામે આવ્યું છે.

App Store

વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રચ્યો ઈતિહાસ

ઈટલીએ શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું. જેમાં પાવરપ્લેમાં જ બ્રેડન કિંગ અને શિમરૉન હેટમાયરને આઉટ કરીને વેસ્ટ ઈન્ડિઝને પાછળ ધકેલી દીધું હતું. આ પછી કેપ્ટન શાઈ હોપે જવાબદારી સંભાળી. તેમણે 46 બોલમાં 74 કર્યા અને ટીમની ઈનિંગ્સને સંભાળી રાખી હતી. આ દરમિયાન વિકેટ પડતી રહી પરંતુ હોપે અંત સુધી ટકીને ટીમને 165 રન સુધી પહોંચાડી. જ્યારે ઈટલી તરફથી ક્રિશન કાલુગામાગે(2/25) અને કેપ્ટન બેન મેનેન્ટી(2/37)ની બોલિંગના કારણે ઈસ્ટઈન્ડીઝ સારો સ્કોર કરી ન શક્યું.

T20 ઈન્ટરનેશનલમાં 4 કેચ અને 4 વિકેટ લેનાર પહેલો ખેલાડી

શમર જોસેફે ફિલ્ડિંગમાં પણ સારું એવું પ્રદર્શન કર્યું અને 4 કેચ કર્યા હતા. આમ, જોસેફ T20 ઈન્ટરનેશનલમાં ચાર વિકેટ અને ચાર કેચ કરનાર પહેલો ખેલાડી બની ગયો છે. T20 ફોર્મેટમાં 4 વિકેટ લેવી એ મોટી વાત છે. આ સાથે 4 કેચ કરવા એ દુર્લભ છે. 

T20 વર્લ્ડકપ મેચમાં સૌથી વધુ કેચ (વિકેટ કીપર સિવાય)

4- ડેરેન સેમી (વેસ્ટ ઈન્ડિઝ) વિરુદ્ધ આયરલેન્ડ, પ્રોવિડેન્સ, 2010

4- એડન માર્કરામ (સાઉથ આફ્રિકા) વિરુદ્ધ બાંગ્લાદેશ, ન્યૂયોર્ક, 2024

4- ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ નામિબિયા, નોર્થ સાઉન્ડ, 2024

4- જ્યોર્જ મુન્સી (સ્કોટલેન્ડ) વિરુદ્ધ ઈટલી, કોલકાતા, 2026

4- શમર જોસેફ (વેસ્ટ ઈન્ડિઝ) વિરુદ્ધ ઈટલી, કોલકાતા, 2026

સતત ચાર જીતની સાથે વેસ્ટ ઈન્ડિઝ સુપર-8માં પહોંચી છે. ટીમની બેટિંગ અને ફાસ્ટ બોલિંગ બંને લયબદ્ધ જોવા મળે છે.