T20I ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવનું મોટું કારનામું, આ મામલે પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડ્યો

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં નેધરલેન્ડ્સને 17 રને હરાવ્યું છે. આ જીત સાથે ભારતે ગ્રુપ સ્ટેજમાં જીતનો ચોગ્ગો (સતત ચોથી જીત) ફટકાર્યો છે. આ જીતની સાથે જ સૂર્યકુમાર યાદવના નામે એક નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. સૂર્યા હવે T20I ક્રિકેટના ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિનિંગ પર્સન્ટેજ (જીતની ટકાવારી) ધરાવતો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.
મેચનો સારાંશ
ભારતનો સ્કોર: પ્રથમ બેટિંગ કરતા 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
નેધરલેન્ડ્સનો સ્કોર: ટાર્ગેટ ચેઝ કરતા ટીમ 176 રન જ બનાવી શકી.
મેચના હીરો: શિવમ દુબે, જેણે તોફાની અડધી સદી ફટકારવાની સાથે 2 વિકેટ પણ ઝડપી હતી.
કેપ્ટન તરીકે સૂર્યાનો દબદબો (જીતની ટકાવારી)
નેધરલેન્ડ્સ સામેની જીત બાદ સૂર્યકુમાર યાદવની જીતની ટકાવારી 80.85% થઈ ગઈ છે, જે રોહિત શર્માના 80.65% કરતા થોડી વધુ છે.
- સૂર્યકુમાર યાદવ 80.85%
- રોહિત શર્મા 80.65 %
- અસગર અફઘાન 80.39 %
ટીમ ઇન્ડિયાનો અજેય રથ
T20 વર્લ્ડ કપ 2026માં ભારતનું અભિયાન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. સતત ચાર મેચ જીતીને ભારત સુપર-8માં પહોંચી ગયું છે અને હવે ટીમની નજર સેમીફાઈનલમાં પહોંચવા પર છે.
વર્લ્ડ રેકોર્ડ
નેધરલેન્ડ્સ સામેની જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપમાં સતત 12 મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારત છેલ્લે 2022ના T20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું હતું. ત્યારથી અત્યાર સુધી ભારત આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ નથી હાર્યું. ફેન્સને આશા છે કે, ટીમ ઈન્ડિયા આ વખતે પણ અજેય રહીને પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં સફળ રહેશે.

