Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Zimbabwe entered in Super 8 Australia ruled out of T20 World Cup 2026

ઝિમ્બાબ્વેએ સુપર 8માં પ્રવેશ કરી રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયા 17 વર્ષ બાદ આવી રીતે T20 વર્લ્ડ કપમાંથી થયું બહાર

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ઝિમ્બાબ્વેએ સુપર 8માં પ્રવેશ કરી રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયા 17 વર્ષ બાદ આવી રીતે T20 વર્લ્ડ કપમાંથી થયું બહાર
સોર્સ : GSTV

સિકંદર રઝાની કેપ્ટનશિપની હેઠળના ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ 2026માં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઝિમ્બાબ્વેએ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત સુપર 8 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. પલ્લેકેલેમાં આયર્લેન્ડ સામેની મેચ રદ્દ થયા બાદ ઝિમ્બાબ્વેએ આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. મંગળવારે ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની ગ્રુપ B મેચમાં વરસાદના કારણે ટોસ પણ ન થયો. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોએ એક-એક પોઈન્ટ શેર કરવો પડ્યો. ઝિમ્બાબ્વે ગ્રુપ Bમાંથી ત્રણ મેચમાં પાંચ પોઈન્ટ સાથે આગામી સ્ટેજમાં આગળ વધનારી ​​બીજી ટીમ છે. ગ્રુપ Bમાંથી સહ-યજમાન શ્રીલંકા પણ ત્રણ મેચમાં છ પોઈન્ટ સાથે સુપર 8 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આયર્લેન્ડ (ચાર મેચમાં 3 પોઈન્ટ) અને ઓસ્ટ્રેલિયા (ત્રણ મેચમાં 2 પોઈન્ટ) ની સુપર 8 સ્ટેજમાં પહોંચવાની આશાઓ પર પાણી ફરી ગયું છે.

App Store

17 વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સાથે આવું બન્યું

ઓસ્ટ્રેલિયા 17 વર્ષ પછી ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ 2009માં અઆવી રીતે બહાર થયું હતું. 2021ના T20 વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાની આગામી રાઉન્ડમાં પહોંચવાની આશા આયર્લેન્ડની જીત પર ટકેલી હતી, પરંતુ નસીબ તેના પક્ષમાં નહતું. ઓસ્ટ્રેલિયાએ તેની છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે (16 ફેબ્રુઆરી) શ્રીલંકાએ કાંગારૂ ટીમને 8 વિકેટથી હરાવી હતી. તે પહેલા ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો અત્યાર સુધીની એકમાત્ર ઈજીત આયર્લેન્ડ સામે આવી હતી. ઓસ્ટ્રેલિયા તેની અંતિમ ગ્રુપ મેચ (20 ફેબ્રુઆરી) માં ઓમાનનો સામનો કરશે. ઈજાઓથી પીડાતી ઓસ્ટ્રેલિયન ટીમ આ ટુર્નામેન્ટમાં નબળી દેખાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ એક પણ મેચ નથી રમ્યા.

ઝિમ્બાબ્વે હવે શ્રીલંકાનો સામનો કરશે

ઝિમ્બાબ્વેનું ટુર્નામેન્ટમાં પ્રદર્શન અત્યાર સુધી પ્રભાવશાળી રહ્યું છે. તેના ત્રણ ફાસ્ટ બોલર્સ રિચર્ડ નગારવા, બ્લેસિંગ મુઝરાબાની અને બ્રેડ ઇવાન્સે કોલંબોમાં રમાયેલી તેની પહેલી મેચમાં 3-3 વિકેટ લઈને ઓમાનને માત્ર 103 રનમાં આઉટ કરી દીધું હતું. બ્રાયન બેનેટ અણનમ 48 સાથે ટીમ આઠ વિકેટથી જીત મેળવવામાં સફળ રહી હતી. ત્યારબાદ ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયા સામે બે વિકેટે 169 રન બનાવ્યા અને પછી કાંગારૂઓને ફક્ત 146 રનમાં ઓલઆઉટ કરી દીધા. ઓપનર બેનેટે ફરી એકવાર બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને અણનમ 64 રન બનાવ્યા, જ્યારે મુઝરાબાની અને ઇવાન્સે સારી બોલિંગ કરી, અનુક્રમે 4 અને 3 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વે હવે 19 ફેબ્રુઆરીએ કોલંબોમાં શ્રીલંકા સામે પોતાની છેલ્લી ગ્રુપ મેચ રમશે.