Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Will India and Pakistan face off again in the T20 World Cup 2026

IND vs PAK / T20 વર્લ્ડ કપ 2026માં ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન? અહીં જાણો સમીકરણ

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2026
લાઇવ ટીવીGoogle News
IND vs PAK / T20 વર્લ્ડ કપ 2026માં ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન? અહીં જાણો સમીકરણ
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીએ લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. આનાથી T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ 8-1 થયો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારત હવે સુપર 8 સ્ટેજમાં પહોંચી ગયું છે. દરમિયાન, પાકિસ્તાને ક્વોલિફાય થવા માટે નામિબિયાને હરાવવું પડશે. નામિબિયાનો પાકિસ્તાન સામેનો મુકાબલો 18 ફેબ્રુઆરીએ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે.

App Store

હવે પ્રશ્ન એ છે કે શું T20 વર્લ્ડ કપમાં ભરતા અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાશે? વર્તમાન ફોર્મેટ મુજબ ભારત અને પાકિસ્તાન વધુમાં વધુ એક વખત ટકરાઈ શકે છે અને તે પણ જો બંને ટીમો સુપર 8 સ્ટેજથી આગળ વધે તો જ.

સુપર 8 સ્ટેજમાં ભારતનું શેડ્યૂલ કેવી રીતે નક્કી થશે?

T20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર ગ્રુપ A, B, C અને Dમાં વિભાજીત કરવામાં આવી છે. દરેક ગ્રુપમાં પાંચ ટીમો છે અને દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો સુપર 8માં પહોંચે છે.

સુપર 8 માટે ક્વોલિફાય થનારી આઠ ટીમોને પછી બે ગ્રુપ (ગ્રુપ 1 અને ગ્રુપ 2) માં વિભાજીત કરવામાં આવે છે જેમાં દરેક ગ્રુપ ચાર ટીમો હશે. બધી ટીમો તેમના ગ્રુપમાં રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમે છે, એટલે કે દરેક ટીમ એકબીજા સાથે એક વાર રમે છે. આ બે ગ્રુપમાંથી ટો-2 ટીમો સેમીફાઈનલમાં જાય છે, જેના પછી ફાઈનલ માટેની ટીમો નક્કી થાય છે. આમ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી મેચ હવે નોકઆઉટ સ્ટેજ પર આધાર રાખશે, જે ટુર્નામેન્ટનો ઉત્સાહ વધારી શકે છે.

ટુર્નામેન્ટ પહેલા ટોપ 8 રેંકવાળી T20I ટીમોના ક્વોલિફાય થવાની આશામાં સુપર 8 સ્ટેજ માટે પ્રી-સીડ કરવામાં આવી હતી. ICCની પ્રી-સીડિંગ સિસ્ટમ હેઠળ ભારતને X1, ઈંગ્લેન્ડ Y1, ઓસ્ટ્રેલિયા X2, ન્યુઝીલેન્ડ Y2, વેસ્ટ ઈન્ડિઝ X3, પાકિસ્તાન Y3, સાઉથ આફ્રિકા X4 અને શ્રીલંકા Y4 ક્રમાંકિત કરવામાં આવ્યા હતા. જો બધી ટીમો ક્વોલિફાય થાય છે, તો ગ્રુપ 1માં ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થશે. ગ્રુપ 2માં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થશે. જો પ્રી-સીડિંગ ટીમ આગળ વધવામાં નિષ્ફળ જાય, તો તે ગ્રુપમાંથી ક્વોલિફાય થનારી ટીમ તેનો ફાળવેલ સ્લોટ લેશે.

શું ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 8માં મેચ થશે?

જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મેચ થાય છે, તો તે સુપર 8માં નહીં થાય. પ્રી-સીડિંગ વ્યવસ્થા હેઠળ, ભારત અને પાકિસ્તાનને અલગ સુપર 8 ગ્રુપમાં મૂકવામાં આવશે. કારણ કે આ સ્ટેજમાં ટીમો ફક્ત તેમના પોતાના ગ્રુપની ટીમોનો સામનો કરે છે, તેથી સુપર 8માં ભારત અને પાકિસ્તાનની મેચ શક્ય નથી.

શું T20 વર્લ્ડ કપ ફાઈનલમાં થઈ શકે છે ટક્કર?

ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ પણ થઈ શકે છે, જો બંને ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થાય અને પોતપોતાની મેચ જીતી લે છે, તો બંને ટીમો ફાઈનલમાં ટકરાશે. બંને ટીમો ફક્ત એક જ વાર T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાઈ છે, જે 2007માં રમાઈ હતી.