રાશિદ ખાને T20 ફોર્મેટમાં કર્યું મોટું કારનામું, આ વર્લ્ડ રેકોર્ડ તોડવો કોઈપણ બોલર માટે નહીં હોય સરળ

અફઘાનિસ્તાનના દિગ્ગજ લેગ-સ્પિનર અને કેપ્ટન રાશિદ ખાનને વિશ્વના શ્રેષ્ઠ T20 બોલર્સમાંથી એક ગણવામાં આવે છે. તેણે T20 ફોર્મેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે આ ફોર્મેટમાં 700 વિકેટ લેનારા વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. તેણે T20 વર્લ્ડ કપમાં UAE સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે આ મેચમાં મોહમ્મદ અરફાનને આઉટ કરીને એક વિકેટ લીધી હતી. આ સાથે તેણે T20 ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. T20 ફોર્મેટમાં અત્યાર સુધી કોઈ બોલરે 700 વિકેટ નથી લીધી.
T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના પાંચ બોલર કોણ છે?
T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની વાત કરીએ તો રાશિદ ખાન પછી વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો બીજા ક્રમે છે. બ્રાવોએ આ ફોર્મેટમાં 582 મેચમાં 631 વિકેટ લીધી છે. તેનો સાથી ખેલાડી સુનીલ નારાયણ આ યાદીમાં ત્રીજા ક્રમે છે, તેણે 583 મેચમાં 613 વિકેટ લીધી છે. સાઉથ આફ્રિકાનો ઇમરાન તાહિર 572 વિકેટ સાથે ચોથા ક્રમે છે. વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ 508 વિકેટ સાથે પાંચમા ક્રમે છે. આ બધા ખેલાડીઓ T20Iમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. તેમાંથી કોઈપણ ખેલાડી માટે રાશિદ ખાનનો રેકોર્ડ તોડવો મુશ્કેલ બનશે.
રાશિદ ખાનની T20 કરિયર
અફઘાનિસ્તાનના રાશિદ ખાને 2015માં T20માં ડેબ્યુ કર્યું હતું. જેમાં તેણે અત્યાર સુધી 518 મેચોની 513 ઈનિંગ્સમાં 18.5ની એવરેજ અને 6.59ના ઈકોનોમી રેટ સાથે 700 લીધીછે. આ સમયગાળા દરમિયાન તેમણે 18 વખત 4 વિકેટ લીધી, જ્યારે 4 વખત 5 વિકેટ પણ લીધી. તે આ ફોર્મેટમાં સૌથી સફળ બોલર્સમાંથી એક છે. રાશિદ ખાન T20I મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ ધરાવે છે. તેણે T20I મેચોમાં અત્યાર સુધીમાં 191 વિકેટ લીધી છે.
અફઘાનિસ્તાને UAE ને 5 વિકેટથી હરાવ્યું
અફઘાનિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો, રાશિદની કેપ્ટનશિપ હેઠળ અફઘાનિસ્તાનની ઉત્તમ બોલિંગ સામે UAE 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 160 રન બનાવી શક્યું હતું. UAE માટે સોહેબ ખાને 48 બોલમાં 68 રન બનાવ્યા, જ્યારે શરાફુએ 31 બોલમાં 40 રન બનાવ્યા. આ બે બેટ્સમેનોએ UAEને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. બીજી ઈનિંગમાં અફઘાનિસ્તાને 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો. આ મેચમાં અઝમતુલ્લાહ ઓમરઝાઈને તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ' આપવામાં આવ્યો હતો.

